સીરિયા જઇ રહેલ રશિયન આર્મીનું પ્લેન બ્લેક સીમાં ક્રેશ : તમામનાં મોત

મૉસ્કો: એક રશિયન પ્લેન રડારમાંથી ગુમ થયાના અહેવાલથી દુનિયાભરમાં સનસની મચાવી દીધી છે. રશિયન મીડિયાના રિપોર્ટ પ્રમાણે પ્લેને સોચીછી બ્લેક સી રિસૉર્ટ તરફ ઉડાણ ભરી હતી.જો ત્યાર બાદ ડેઇલી મેઇલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્લેક સીમાં તુડી પડ્યું હતું. ઉડ્યન કર્યાનાં ગણત્રીનાં સમયમાં જ તે પ્લેન તુટી પડ્યું હતું.

મીડિયા રિપોર્ટસમાં ઈમરજન્સી મિનિસ્ટ્રીના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે ગુમ થયેલા વિમાન Tu-154 છે. બતાવવામાં આવી રહ્યું છે કે 82 લોકો પ્લેનમાં સવાર હતા. તેના સિવાય 10 ક્રૂ મેમ્બર પણ વિમાનમાં સવાર હતા.સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, એયરક્રાફ્ટ રક્ષા મંત્રાલય સાથે જોડાયેલું હતું અને તે સીરિયાના લતાકિયા પ્રોવિંસ જઈ રહ્યું હતું.

આ ઘટના બાબતે રશિયન અધિકારીઓએ હાલ પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઈંટરપેક્સ ન્યૂઝ એંજસીના એક સૂત્રના હવાલાથી જાણવા મળેલી માહિતી પ્રમાણે, વિમાન ઉડાન ભર્યાના 20 મિનિટ પછી રડારમાંથી ગુમ થઈ ગયું હતું. સ્થાનીક સમયનુસાર ત્યાં 5.20 મિનિટ પર આ ઘટના બની હતી. એયરક્રાફ્ટ જે સમયે ગુમ થયું ત્યાં રશિયાના સમુદ્ધી વિસ્તારની ઉપર હતું.

રિપોર્ટસમાં બતાવવામાં આવ્યું કે એયરક્રાફ્ટમાં સવાર લોકોમાં મિલિટ્રી મ્યૂઝિક બેંડ અને રિપોર્ટર્સ પણ હતા. એયરક્રાફ્ટ અને તેમાં રહેલા ક્રુ મેમ્બર્સને શોધવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. હાલ યુદ્ધનાં ધોરણે શોધખોળ ચાલી રહી છે.

You might also like