સપ્તાહના અંતે ડોલર સામે રૂપિયો ૦.૪૪ પૈસા મજબૂત થયો

અમદાવાદ: અમેરિકા અને જાપાનના નેતાઓની મુલાકાત પૂર્વે ડોલર, યેન અને વિશ્વના અગ્રણી દેશોના ચલણમાં મજબૂતાઇ જોવા મળી છે. ભારતીય રૂપિયો પણ સપ્તાહના અંતે ૦.૪૪ પૈસા મજબૂત થયો હતો. ગઇ કાલે છેલ્લે ૬૬.૮૭ની સપાટીએ બંધ જોવાયો છે.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સામાન્ય બજેટ બાદ ડોલર સામે રૂપિયો નબળો પડતો અટક્યો છે. દેશમાં વધુ વિદેશી રોકાણ આવશે તેવા સેન્ટિમેન્ટ પાછળ રૂપિયામાં મજબૂતાઇ જોવા મળી છે. એટલું જ નહીં સ્થાનિક બજારમાં ડોલરમાં ખરીદીનું આકર્ષણ પણ ઘટ્યું છે, જેના પગલે રૂપિયામાં સતત મજબૂતાઇની ચાલ નોંધાઇ છે.

ડોનાલ્ડ ટ્રમ્પની નવી વેપારનીતિઓના કારણે મધ્ય ડિસેમ્બર બાદ યુરો અને યેનની સરખામણીએ ડોલરમાં ઘટાડાની ચાલ નોંધાઇ છે એટલું જ નહીં અમેરિકી સરકારના કેટલાક આદેશો બાદ ડોલરમાં પ્રેશર જોવાયું હતું.
http://sambhaavnews.com/

You might also like