રૂપિયાએ ૬૪ની સપાટી ક્રોસ કરીઃ ચાંદીમાં નરમાઈ

અમદાવાદ: સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૨૯ પૈસા નરમ પડ્યો હતો. રૂપિયો ગઈ કાલે છેલ્લે ૬૪.૦૭ની સપાટીએ બંધ જોવાયો હતો. નોંધનીય છે કે પાછલાં સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૩.૭૮ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે ડોલર સામે રૂપિયો ૬૪થી ૬૪.૨૦ની રેન્જમાં જોવા મળી શકે છે. જ્યારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોવા મળેલા ઘટાડાના પગલે ઘરઆંગણે પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

૧૦ ગ્રામ શુદ્ધ સોનાના ભાવમાં સપ્તાહ દરમિયાન રૂ. ૨૫૦નો ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે સોનાનો ભાવ રૂ. ૩૦,૮૦૦થી રૂ. ૩૦,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે ચાંદી પણ પ્રતિકિલોએ રૂ. ૫૦૦ તૂટી હતી. આજે શરૂઆતે ચાંદી પ્રતિકિલો રૂ. ૪૧ હજારના મથાળે ખૂલી હતી. જોકે લંડનમાં થયેલા આતંકી હુમલા તથા ઘરઆંગણે આગામી સપ્તાહે શરૂ થતા નવરાત્રીના તહેવારોને લઇને હોલસેલ સોના-ચાંદીના જ્વેલરી બજારમાં ખરીદી નીકળી હોવાનો મત જ્વેલર્સ એસોસિયેશન દ્વારા વ્યક્ત થયો છે.

આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઘરાકી રહેવાની આશા વ્યક્ત કરાઇ છે, જેના પગલે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે.

You might also like