સપ્તાહ દરમિયાન રૂપિયામાં નરમાઈની ચાલ નોંધાઈ

અમદાવાદ: સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૨૦ પૈસા નરમ પડ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂત ચાલના પગલે રૂપિયામાં નરમાઇ નોંધાઇ હતી. નોંધનીય છે કે પાછલાં સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૬.૮૦ની સપાટીએ બંધ જોવાયો હતો, જ્યારે ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૬.૬૦ની સપાટીએ બંધ આવ્યો હતો.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ૧૪ અને ૧૫મી માર્ચે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે. તે પૂર્વે ડોલરમાં મજબૂતાઇની ચાલ નોંધાઇ શકે છે, જેના પગલે રૂપિયામાં વધુ ગાબડાં પડી શકે છે. આગામી સપ્તાહે ડોલર સામે રૂપિયો ૬૬.૬૦થી ૬૬.૯૦ની રેન્જમાં મૂવમેન્ટમાં જોવાઇ શકે છે.

જોકે ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો ૧૩૨ પૈસા મજબૂત જોવાયો છે. વર્ષ ૨૦૧૬માં ડિસેમ્બરના અંતે રૂપિયો છેલ્લે ૬૭.૯૨ના મથાળે બંધ જોવાયો હતો.
http://sambhaavnews.com/

You might also like