સપ્તાહ દરમિયાન રૂપિયો ૦.૭૨ પૈસા મજબૂત થયો

અમદાવાદ: સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયામાં મજબૂત ચાલ નોંધાતી જોવા મળી છે. સપ્તાહ દરમિયાન રૂપિયો ૦.૭૨ પૈસા મજબૂત થયો છે. નોંધનીય છે કે રૂપિયો ગઇ કાલે છેલ્લે ૬૭.૩૧ની સપાટીએ બંધ જોવાયો હતો, જે એક સપ્તાહ પૂર્વે ૬૮.૦૩ની સપાટીએ બંધ આવ્યો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ સપ્તાહમાં સરકારે રજૂ કરેલા બજેટ બાદ રૂપિયામાં સુધારાની ચાલ નોંધાઇ છે.

યુએસની પ્રવાહી પરિસ્થિતિના પગલે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળ્યો છે. તો બીજી બાજુ બજેટ રજૂ કરાયા બાદ રોકાણકાર દ્વારા ડોલરમાં વેચવાલી વધી છે એટલું જ નહીં કરન્સી માર્કેટમાં રોકાણકારનો ઉત્સાહ વધ્યો છે. સેન્ટિમેન્ટ જોતાં દેશમાં વિદેશી રોકાણનો ફ્લો વધી શકે છે, જેના પગલે રૂપિયામાં મજબૂતાઇની ચાલ નોંધાતી જોવા મળી છે.
http://sambhaavnews.com/

You might also like