સપ્તાહના અંતે રૂપિયામાં નરમાઈઃ સોના અને ચાંદીમાં ઘટાડો

અમદાવાદ: સપ્તાહના અંતે રૂપિયામાં નરમાઇ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો બે પૈસાના ઘટાડે ૬૬.૮૨ની સપાટીએ બંધ જોવાયો હતો. નોંધનીય છે કે પાછલા સપ્તાહે ડોલર સામે રૂપિયો છેલ્લે ૬૬.૮૦ની સપાટીએ બંધ જોવાયો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતાઇની ચાલ જોવાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ આગામી સપ્તાહે ડોલર સામે રૂપિયો ૬૬.૭૦થી ૬૭ની સપાટી વચ્ચે જોવાઇ શકે છે. ફોરેક્સ બજારની નજર યુએસ ફેડરલ રિઝર્વની બેઠક ઉપર ટકેલી છે.

એ જ પ્રમાણે સપ્તાહના અંતે સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ જોવાઇ છે. ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં રૂ. ૩૦૦નો ઘટાડો નોંધાયો છે, જ્યારે સપ્તાહના અંતે ચાંદીમાં પણ પ્રતિકિલોએ રૂ. ૫૦૦નો ઘટાડો જોવાયો છે.

દરમિયાન આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું રૂ. ૨૯,૭૫૦ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ચાંદીનો પણ પ્રતિકિલોએ રૂ. ૪૨,૫૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like