રૂપિયાના ઘટાડાના પગલે સોનાના ભાવમાં આગેકૂચ

અમદાવાદ: ડોલર સામે રૂપિયો ૬૭ની સપાટી ક્રોસ થવાની તૈયારીમાં છે તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં સોનું મજબૂત જોવા મળી રહ્યું છે. સોનું હાજરમાં ૦.૩ ટકાના સુધારે ૧,૧૦૫ ડોલરની સપાટી ક્રોસ કર ૧,૧૦૭ ડોલરની સપાટીએ જોવા મળ્યું છે, જેને પગલે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ૨૬,૫૦૦ની સપાટી ક્રોસ કરી ૨૬,૬૫૦ની સપાટીએ ખૂલ્યો હતો.

એ જ પ્રમાણે ચાંદીમાં પણ રૂ. ૨૫૦નો ઉછાળો નોંધાઇ ૩૪,૦૦૦ની સપાટીએ ભાવ જોવા મળ્યા છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક ઇક્વિટી બજારમાં જોવા મળેલા સતત ઘટાડાને પગલે સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણ વધતાં સોનાએ ૧૧૦૦ની સપાટી ક્રોસ કરી છે.

બીજી બાજુ ચીનના ઇકોનોમી ડેટા સતત નરમ આવતાં તેની ચિંતાએ પણ સોનામાં સુધારા તરફી ચાલ જોવા મળી છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટૂંકા સમયગાળા માટે બજારમાં હજુ આગેકૂચ જારી રહે તેવી શક્યતા છે.

You might also like