શરૂઆતે રૂપિયો વધુ તૂટ્યો બાદમાં રિકવરી જોવા મળી

અમદાવાદ: આજે શરૂઆતે ડોલર સામે રૂપિયામાં વધુ સાત પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયો ઘટીને ૬૮.૧૪ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૮.૦૭ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં ક્રૂડના ઊંચા ભાવ તથા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામની અસર શેરબજાર અને રૂપિયા ઉપર જોવા મળી હતી. ગઇ કાલે ડોલર સામે રૂપિયાએ ૬૮ની સપાટી પાર કરી દીધી હતી. નોંધનીય છે કે ગઇ કાલે ડોલર સામે રૂપિયો ૫૬ પૈસા તૂટ્યો હતો. આમ, રૂપિયો ૧૬ મહિનાના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

જોકે રૂપિયાની નરમાઇના પગલે બેન્કો દ્વારા હસ્તક્ષેપ કરાતાં ડોલરની વેચવાલીના પગલે રૂપિયાનું ધોવાણ અટક્યું હતું અને રૂપિયામાં રિકવરી નોંધાતી જોવા મળી હતી. રૂપિયો ૧૮ પૈસા મજબૂત થઇ ૬૭.૮૮ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. આમ, રૂપિયામાં વોલેટાલિટી વધી હતી.

You might also like