યુઆનની સરખામણીએ રૂપિયો મજબૂત

મુંબઇ: એશિયાનાં ચલણબજારમાં રૂપિયાની સ્થિતિ મજબૂત બની ગઇ છે. એશિયાની ટોપ કરન્સીમાં ભારતનો રૂપિયો અગ્રણી પાંચ નંબરની યાદીમાં સામેલ થયો છે, જોકે ચીનનો યુઆન ભારતના રૂપિયા કરતાં પાછળ રહી ગયો છે. વૈશ્વિક ઇકોનોમીમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતા છતાં ચાલુ નાણાકીય વર્ષમાં અન્ય એશિયાઇ ચલણની સરખામણીએ રૂપિયો વધુ મજબૂત બની ગયો છે. જાણકારોના કહેવા પ્રમાણે ફોરેન એક્સચેન્જ બજારમાં આરબીઆઇ અને નાણા વિભાગની કાર્યક્ષમતાની પ્રશંસા થઇ રહી છે. રૂપિયા ૧.૦૪ ટકાનું રિટર્ન મળ્યું છે.

ઇન્ડોનેશિયાનો રૂપિયો, જાપાની યેન અને સિંગાપોરનો ડોલર એશિયાની ટોપ ત્રણ કરન્સીની યાદીમાં જોવાયા છે, જ્યારે રૂપિયો ચોથા ક્રમે યાદીમાં જોવા મળ્યો છે. રૂપિયાની સરખામણીએ ચીનની કરન્સી યુઆનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. યુઆનનું ૦.૨૪ ટકા રિટર્ન જોવા મળ્યું હતું. જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને પદ સંભાળતાં જ જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં ફુગાવાના દરને ચાર ટકાના દરે લાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. એક્સચેન્જ રેટ માટે વર્ષ ૨૦૧૩ સૌથી વધુ અનિશ્ચિતતાવાળું રહ્યું હતું.

You might also like