સપ્તાહમાં રૂપિયો મજબૂતઃ સોના-ચાંદીમાં ડાઉન ટ્રેન્ડ

અમદાવાદ: ચાલુ સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો મજબૂત જોવા મળ્યો હતો. ક્રૂડમાં જોવા મળેલી નરમાઇના પગલે રૂપિયામાં સુધારાની ચાલ જોવા મળી હતી, તેના પગલે ચાલુ સપ્તાહે ડોલર સામે રૂપિયો ૩૫ પૈસા મજબૂત જોવા મળ્યો હતો. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૮.૫૨ની સપાટીએ બંધ નોંધાયો હતો.

દરમિયાન સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન સોનામાં રૂ. ૩૫૦નો ઘટાડો નોંધાઇ ૩૧,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ પ્રતિકિલોએ સપ્તાહ દરમિયાન રૂ. ૪૦૦નો ઘટાડો નોંધાઇ આજે શરૂઆતે ૩૯,૫૦૦-૩૯,૬૦૦ની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો. આજે રથયાત્રા તથા પુષ્ય નક્ષત્ર પણ છે. સોના ભાવમાં ઘટાડાના પગલે સોના અને ચાંદીની જ્વેલરીની ખરીદી વધુ જોવા મળે તેવી શક્યતા છે.

You might also like