રૂપિયો 17 મહિનાની નીચી સપાટીથી રિકવર થયો

અમદાવાદ: ડોલર સામે રૂપિયો આજે શરૂઆતે ૧૭ મહિનાની નીચી સપાટીથી રિકવરી થતો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે રૂપિયો ૧૨ પૈસા મજબૂત ૬૮.૩૦ની સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૮.૪૨ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૮ ઓગસ્ટ-૨૦૧૩ના રોજ રૂપિયો ૬૮.૮૦ કે જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ જોવા મળ્યો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડમાં જોવા મળેલી રિકવરી તથા એફઓએમસીએ જાહેર કરેલી મિનિટ્સની અસરથી આજે રૂપિયામાં પણ રિકવરી નોંધાતી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ક્રૂડના ભાવ સાડા ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી જતા તથા એફઆઇઆઇની સતત વેચવાલીના પગલે રૂપિયામાં પણ નકારાત્મક ચાલ જોવા મળી હતી, જોકે એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે રૂપિયાનો ટ્રેન્ડ નરમ જ છે અને આવનારા દિવસોમાં રૂપિયામાં મજબૂતાઇ જોવાય તેવી શક્યતા ઓછી છે.

You might also like