રૂપિયો ઓલટાઈમ લોની સપાટીની નજીક ૬૮.૭૪ના મથાળે

અમદાવાદ: આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો વધુ ૧૮ પૈસા નબળો પડ્યો છે. આજે શરૂઆતે રૂપિયો ૬૮.૭૪ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયો નવ મહિનાના તળિયે જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગઈ કાલે રૂપિયો ૬૮.૫૬ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતાઈની અસરથી રૂપિયામાં નરમાઈની ચાલ નોંધાઈ હતી. આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લોની સપાટીની નજીક ૬૮.૭૪ની સપાટીએ ખૂલ્યો હતો. આ અગાઉ ૨૮ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લો ૬૮.૮૫ની સપાટીએ બંધ થયેલો જોવાયો.

યુએસ ફેડરલ રિઝર્વે જાહેર કરેલ મિનિટ્સમાં વ્યાજના દરમાં વધારો કરવાના આપેલા સંકેતોએ ડોલરમાં મજબૂત ચાલ નોંધાઈ છે. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટૂંકા સમયગાળામાં ડોલર સામે રૂપિયો ૬૮.૬૫થી ૬૯ની સપાટીની વચ્ચે જોવાઈ શકે છે.
visit : www.sambhaavnews.com

You might also like