ડોલર સામે રૂપિયો ત્રણથી છ મહિનામાં ૭૦ની સપાટીએ જોવાશે?

મુંબઇ: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાસન ધુરા સંભાળી લીધી છે. ટ્રમ્પે ડોલરને વધુ ને વધુ મજબૂત બનાવવા સંકેતો આપ્યા છે. આ જોતાં રૂપિયામાં વધુ નબળાઇ જોવા મળી શકે છે. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણથી છ મહિનામાં રૂપિયો ૭૦ની સપાટીએ જોવાઇ શકે છે. એ જ પ્રમાણે ચાઇનીઝ યુઆનની નબળાઇ રૂપિયાને વધુ ઘટાડી શકે છે.

ટ્રમ્પ આગામી ૧૦૦ દિવસમાં અમેરિકી અર્થતંત્રને વધુ આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાની વિવિધ યોજનાની જાહેરાત કરે તેવી શક્યતા છે, જેમાં ખાસ કરીને વેપાર નીતિમાં મોટો ફેરફાર લાવી શકે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ સરકાર વૃદ્ધિ માટે આર્થિક રાહત પેકેજનો સહારો લે તેવાં એંધાણ છે. જો આમ થાય તો વ્યાજદરમાં ઝડપી વૃદ્ધિ નોંધાશે. એટલું જ નહીં દુનિયાનાં ઊભરતાં બજારોની કરન્સી ઉપર પણ પ્રેશર જોવાશે.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં પાંચ રાજ્યની ચૂંટણી છે. આ ચૂંટણીનાં પરિણામ માર્ચ મહિનામાં આવનાર છે, જેમાં એનડીએ સરકાર જો આ પરિણામમાં ઊણી ઊતરે તો રૂપિયા ઉપર વધુ પ્રેશર ઊભું થવાની ભીતિ વ્યક્ત કરાઇ છે.

http://sambhaavnews.com/

You might also like