રૂપાલ

સામગ્રી: પાલક-૧ ઝૂડી, ઘઉંનો જાડો લોટ – ૨૦૦ ગ્રામ, તેલ-જરૂર પ્રમાણે, સૂકી હળદર, મીઠું જરૂર પ્રમાણે આદું-મરચાં, કોથમીર, તલ.

રીતઃ પાલક સમારી મિક્સરમાં નાખી પલ્પ બનાવો. ઘઉંના જાડા લોટમાં મોણ નાખવું. તેમાં સહેજ સૂકી હળદર, લીલા મરચાં, આદું, મીઠું જરૂર મુજબ ઉમેરો. આ લોટમાં પાલકનો પલ્પ નાખી ઢીલી લચકા જેવી કણેક બાંધો.  પાતળા કોટનના કપડાને પાણીમાં ભીનું કરી સપાટ જગ્યા ઉપર  પાથરો. તેમાં તૈયાર કરેલી ઢીલી કણેકની આશરે ૨ ઈંચના વ્યાસની પૂરી થેપીને બનાવો. કડાઈમાં તેલને ગરમ કરવા મૂકો. ઝીણાં સમારેલાં આદું-મરચાં, તલ, કોથમીરનો મસાલો (સાંજો) પૂરીમાં આડી લીટી થાય  તે રીતે મૂકો. ભીના કપડાને એક છેડેથી ઉપાડી પૂરીને અડધેથી વાળી ઘૂઘરા જેવો આકાર  આપો. છેડાઓને હળવેથી દબાવી સીલ કરો અને ધીમા તાપે ગરમ તેલમાં તળીને  ગરમગરમ પીરસો.

You might also like