રોજ દોડશો તો સ્મોકિંગની અાદત ઝડપથી છૂટી શકશે

સિગારેટ ફૂંકવાનું વ્યસન છોડવામાં મુશ્કેલી પડતી હોય તો રનિંગ ગ્રૂપમાં જોડાઈ જાવ. એમ કરવાથી તમને તમાકુના વ્યસનમાંથી છૂટવામાં મદદ મળશે. કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના સંશોધકોએ ૧૬૨ સ્મોકર્સ પર પ્રયોગ કર્યો. અા મૂવમેન્ટમાં ૭૨ જણા છેક સુધી ટકી શક્યા હતા અને ૩૭ પાર્ટિસિપન્ટ્સ સિગારેટ છોડી શક્યા હતા. તેમની ફેફસાંની ક્ષમતા પણ સુધરી હતી. અા પ્રયોગમાં સ્મોકિંગ છોડવા ઈચ્છતા લોકોને એક વીકમાં પાંચ કિલોમીટર રનિંગ કરવાનું કહેવામાં અાવ્યું હતું.

You might also like