દોડવાથી ઘૂંટણના સાંધાને ફાયદો થાય છે

અત્યાર સુધી લોકો એમ માનતા હતા કે રનિંગ એક્સર્સાઇઝ કરવાથી ઘૂંટણના સાંધામાં વધુ ઘસારો થાય છે, પરંતુ અમેરિકાની એક યુનિવ‌િર્સટીના સંશોધકોએ જણાવ્યું કે લાંબા અંતરની દોડમાં ભાગ લેવાથી ઘૂંટણને ઇજા થાય છે તે એક ભ્રમ છે. નિયમિત દોડવાથી સાંધામાં ઇન્ફ્લેમેશન અને સોજો આવવાની શક્યતાઓ ઘટી જાય છે અને ઓ‌િસ્ટયોઆર્થ્રાઇ‌ટિસના કારણે બંને હાડકાંમાં થતો ઘસારો ધીમો પડે છે. દોડ્યા બાદ સોજો આવવા માટે જવાબદાર ઘટકનું પ્રમાણ ઘટ્યું હોવાનું રિસર્ચરોએ નોંધ્યું છે. યંગ એજમાં સાંધા સ્વસ્થ રહે તો તેનાથી લાંબા ગાળે ખાસ કરીને પાછલી વયના ઘસારા વખતે સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે.

You might also like