ભગવાન તરફ દોડો…

ઈશ્વર સિવાય ક્યાંય પણ મન લગાવશો તો અંત કાળે રડવું પડશે. હરિ સ્મરણ વગર કોઈનો ય ઉદ્ધાર નથી. અાજે વાવશો તો જ કાલે લણી શકશો. સાચું કહું છું ભગવાન તરફ અાજે નહીં દોડો તો કાલે તો દોડી જ નહીં શકો.
રેતીમાં ખેતી? અસંભવ!
અાગમાં શીતળતા? અસંભવ!
સર્પની દાઢમાં અમૃત? અસંભવ!
કરિયાતાંમાં મીઠાશ? અસંભવ!
િવષમાં જીવન ટકે? અસંભવ!
પદાર્થમાં સુખ? અસંભવ!
સંસારમાં શાશ્વત સુખ? અસંભવ!
સાચું સુખ ભગવાનમાં છે. પરંતુ તે મેળવવા માટે તો શિયાળની જેમ ભાગવું જ પડે હો…

એક િવશાળ જંગલ હતું. જંગલમાં અનેક જાતિનાં પશુઅો વસવાટ કરતાં હતાં. અને શાંતિ પણ એવી જ કે કોઈ પણ પશુ માત્ર પોતાનાં સ્વાર્થ માટે અન્ય પશુને નુકસાન ન પહોંચાડે. સૌ પશુઅો હળી મળીને સંપીને રહે અને સુખેથી જીવન જીવે.
એક દિવસની વાત છે. અચાનક જંગલમાં ચોતરફ દવ (અગ્નિ) લાગ્યો. સૌ પશુઅો અાકુળ વ્યાકુળ બન્યાં. શું કરવું. કેમ કરવું? ક્યાં જવું? અને ક્યાં ન જવું? અા વિચારમાં બધાં પશુઅો જંગલના રાજા સિંહ પાસે એકઠાં થવાં લાગ્યાં. એક પછી એક પશુ અાવતાં જાય અને પોતે જે દિશા તરફ રહેતાં અે દિશાનાં સમચાર અાપતાં જાય. અા બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજા સિંહે નિર્ણય લીધો કે હવે જો અાપણે બચવું હોય તો ઉત્તર દિશા તરફ જવું જોઈઅે.

અા વાત પૂરી થતાં પહેલાં હાથી બોલ્યો… ના… ના… રાજાજી. હું અે દિશા તરફથી હમણાં જ અાવ્યો છું. અે દિશા તરફ તો જવાય એવું જ નથી. અે જ રીતે વારા ફરતી દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાઅો તરફ જવાનું નક્કી થતાં જે પશુઅો જે દિશા તરફથી અાવ્યા હતાં તે પશુઅો તરત ના પાડવા લાગ્યાં.

અા બધી જ પરિસ્થિતિને એક બુદ્ધિશાળી શિયાળ એકાગ્રતાથી નિરીક્ષણ કરતું હતું તેથી તેણે વિચાર કર્યો. અત્યારે અા મિટિંગનો સમય જ નથી તેમ જ ચર્ચા કરવાનો પણ સમય નથી. તેથી તેણે અા ચર્ચા સાંભળી ત્યાંથી છૂટવા માટે િવચાર શોધી કાઢ્યો. અને તે બોલવા માંડ્યું.
કરોડ મત કડકડી, લાખ મત લડબડી,
સો મત સડસડી, એક મત તે અાપડી
તે ઊભા માર્ગે મેલ્યા તાપડી.
બધા વિચારો માંડી વાળો અને જે િદશામાં જવું હોય તે એક દિશા નક્કી કરી બસ અહીંથી ભાગો… એમ બોલી તરત જ ત્યાંથી તે નાસી છૂટ્યું… પોતાના અાત્મવિશ્વાસ અને પુરુષ પ્રયત્નને લીધે તે બચી ગયું અને બધાં પશુઅો વિચારમાં ને વિચારમાં રહ્યાં ત્યાં જંગલમાં વધુ અાગ લાગતાં બળીને ખાખ થઈ ગયાં.

અા પંક્તિનો સિદ્ધાંત અે છે કે ખરા સમયે જેમ શિયાળ અન્યના મતને ન અનુસરતાં પોતાની જાતે જો ત્યાંથી તત્કાળ નિર્ણય કરીને નીકળી ગયું તો અાબાદ રીતે બચી શક્યું.

સંસારમાંથી નીકળવા માટે ઘણા ઉપવાસ કરું કે માળા ફેરવું, ધ્યાન કરું કે યોગની સાધના કરું, શ્રવણ ભક્તિ કરું, યાત્રાઅે જાઉં કે મંત્ર જાપ કરું… બસ. અામ, માત્ર િવચારો જ કર્યા કરે છે અને પોતાની અમૂલ્ય જિંદગીનાં વર્ષો પૂરાં કરી દે છે. પરંતુ નિર્ણય કરી એક પણ દિશામાં પ્રારંભ કરતા નથી. એના બદલે જે યોગ્ય નિર્ણય લાગે તેનો સ્વીકાર કરી તેનો પ્રારંભ કરી સાધના કરવા લાગે તો થોડું વ્હેલું કે થોડું મોડું ફળ અવશ્ય મળશે જ. કારણ કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરેલી સાધના ક્યારેય અલેખે જતી નથી. માટે ભગવાનને પામવા માટે થોડો ઘણો પ્રયત્ન કરવો જોઈઅે. બેઠા-બેઠા કે વિચારો કરવાથી ક્યારેય ભગવાનની પ્રસન્નતા મળતી નથી. ભગવાન તરફ અાપણે એક ડગલું ચાલીશું તો ભગવાન સો ડગલાં અાગળ અાવશે. ભગવાનને પામવા માટે અાપણે અાંગળી ઊંચી કરીશું તો ભગવાન અાપણો અવશ્ય હાથ પકડી જ લેશે. માટે જ શ્રી મુક્તજીવન સ્વામીબાપા કહે છે કે, ત્યાર હૈ દેનાર, લેનાર કી ખામી.
લ્યો મૂર્તિ, લ્યો મૂર્તિ, લ્યો મૂર્તિ…
શ્રી સ્વામિનારાયણ ભગવાન ફળ અાપવા, મૂર્તિનું સુખ અાપવા માટે તો પોતાના અક્ષરધામમાંથી સામે ચાલીને અાવ્યા છે. અાપનાર તૈયાર છે લેનારાની ખોટ છે.

શુભ કાર્યમાં રાહ ન જોવાની હોય. તે કાર્યનો પ્રારંભ તત્કાળ કરી જ દેવાનો હોય, અાજથી જ, અા ક્ષણથી જ ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાન તરફ દોડવાનો પ્રયત્ન કરીશું ને… •
– શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર

You might also like