10 વર્ષ નાના હોલિવુડ સિંગરને ડેટ કરે છે પ્રિયંકા ચોપરા?

ખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના કરતા 10 વર્ષ નાના ઉમરના ગ્રેમી અવોર્ડ અને ગોલ્ડન ગ્લોબ પુરસ્કારથી નામાંકિત ગાયક, અભિનેતા નિક જોનાસને ડેટ કરી રહી છે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પ્રિયંકા, જે હોલીવુડ સિરિઝ ક્વાંટિકોને કારણે અમેરિકામાં પોતાના મોટાભાગના સમય ગાળે છે, તે ‘એનીવેર’ના ગાયક નિક જોન્સની સાથે જોવા મળી હતી. હવે તે કહી શકાતું નથી કે તેમની વચ્ચેનો આ સંબંધ મૈત્રીપૂર્ણ છે અથવા તે મિત્રો કરતા વધારે ખાસ સંબંધ છે. પરંતુ એક વાત છે કે આ બંનેને એકબીજાની કંપનીનો આનંદ માણવો ગમે છે એટલો એવું કહી શકાય કે તેમને એક બીજા સાથે ફરવુ ગમે છે.

પહેલા લોસ એન્જલસમાં બેઝબોલ મેચમાં આ બંને સાથે જોવા મળ્યા હતો, પછી કેલિફોર્નિયા બોટ પાર્ટીમાં નિક અને પ્રિયંકાના નજીક બેટા દેખાયા હતા. આ ફોટા અને વીડિયો નિકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા હતા.

ગત વર્ષે મેટ ગાલાના રેડ કાર્પેટ પર આ બંને સાથે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નિક માત્ર 25 વર્ષનો જ છે, પ્રિયંકા લગભગ 35 વર્ષની આસપાસ હશે.

You might also like