સાવધાન! 777888999 નંબર છે ડેથ કોલ, રિસીવ કરતા થશે મૃત્યુ

દુનિયાના 150 દેશોમાં રેન્સમવેયર વાયરસ બાદ ભારતમાં વિવિધ પ્રકારની અફવાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા અને વોટ્સ એપ ગ્રૂપમાં હાલ ડેથ કોલ (મૃત્યુનો ફોન)ની અફવાઓ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમારા મોબાઇલ પર 777888999 નંબરથી ફોન આવે તો રિસીવ ન કરશો. સોશિયલ મીડિયા પર તેને ડેથ કોલ ગણવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નંબરથી આવનાર કોલ વાયરલ યુક્ત છે.

ફોન આવવા પર અને કોલ રીસિવ કરવા પર મોબાઇલમાં બ્લાસ્ટ થાય છે અને કોલ રિસીવ કરનારનું મોત થાય છે. તેથી જ તેને સોશિયલ મીડિયા અને વોટ્સ એપ ગ્રુપમાં ડેથ કોલના નામથી વાયરલ થઇ રહ્યો છે. આ નંબર પર ફોન કરવાથી કસ્ટમર કેર પરથી જવાબ મળે છે કે તમે ડાયલ કરેલો નંબર ખોટો છે. કૃપા કરી નંબર ચકાસો. સામાન્ય રીતે નંબર દસ આંકડાનો હોય છે. જ્યારે આ ડેથકોલ નવ આંકડાનો છે. વળી તેની આગળ કોઇ પણ દેશનો આઇડી કોડ પણ નથી. જોકે ટેલિકોમ વિશેષજ્ઞ તેને ફેક ગણાવી રહ્યાં છે. તેમના મતે હજી સુધી એવી કોઇ જ તકનીક વિકસી નથી કે એવો કોઇ નંબર નથી જેને રિસીવ કરવાથી મોબાઇલમાં બ્લાસ્ટ થાય.

http://sambhaavnews.com/

 

You might also like