વહાબને સ્થાને પાક. ટીમમાં રુમ્માન રઈસને સામેલ કરાયો

બર્મિંગહમઃ આઇસીસીએ ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈજાગ્રસ્ત બોલર વહાબ રિયાઝના સ્થાને રુમ્માન રઈસને પાકિસ્તાની ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. ગત રવિવારે એજબેસ્ટનમાં ભારત સામેની મેચ દરમિયાન વહાબ ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો હતો. ટીમ ઇન્ડિયા સામે બોલિંગ કરતી વખતે વહાબને ઘૂંટણમાં ઈજા થતાં તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. ટીમ ઇન્ડિયા સામે તેણે ૮.૪ ઓવરમાં ૮૭ રન લૂંટાવી દીધા હતા. ત્યાર બાદ તે બેટિંગ કરવા પણ આવ્યો નહોતો. તેના સ્થાને હવે ડાબેરી ફાસ્ટ બોલર રુમ્માનને પાક. ટીમમાં સામેલ કરી દેવામાં આવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like