બેંગ્લોર જેલમાં શશિકલા માટે નિયમો મૂકયા નેવે, 31 દિવસમાં 28 લોકોને મળ્યા

બેંગ્લોરઃ AIADMK લિડર વી.કે શશિકલા ગેરકાયદેસર સંપતિના કેસમાં 4 વર્ષની સજા કાપી રહ્યાં છે. ત્યારે 31 દિવસમાં તેઓ 28 લોકોને જેલમાં મળી ચૂક્યાં છે. કર્ણાટક જેલ મેન્યુઅલ અને કર્ણાટક જેલ નિયમ પ્રમાણે જેલમાં 15 દિવસે એક વખત જ કેદીને તેના મિત્રો, સગાસંબધી અને વકિલને  જેલ ઓફિસમાં મળવા દેવામાં આવે છે. પરંતુ કેદીન નંબર 9234 શશિકલા માટે આ નિયમો લાગુ પડતાં નથી.

ફેબ્રુઆરીની 16 તારીખથી 18 માર્ચ સુધીના સમયમાં શશિકલા 28 લોકોને જેલની અંદર મળ્યા છે. જેઓ અંદાજે 40 મિનિટ સુધી મુલાકાતીને મળ્યા હોવાનું રેકોર્ડ છે. અહીં જેલના નિયમને નેવે મૂકીને ખાસ જગ્યા પર શશિકલાને તેના મુલાકાતીઓને મળવા દેવાની છૂટ આપવામાં આવી રહી હોવાનું જેલ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

જો કે આ મામલે કર્ણાટક જેલના ડી.જી. સત્યનારાયનન રાવે જણાવ્યું  છે કે કોઇ પણ પ્રકારની ખાસ સુવિધા શશિકલાને આપવામાં આવી રહી નથી. શશિકલાને મળનાર મુલાકાતીઓમાં AIADMKના ડેપ્યુટી જનરલ સેક્રેટરી અને ચૈન્નઇના આર.કે નાગર, ટીટીવી દીનાકરન, લોકસભાના ડેપ્યુટી સ્પિકર એમ. થામ્બીદૂરાઇ, પાર્ટીના અન્ય કેટલાક સભ્યો અને આંધ્રપ્રદેશના MLC પણ શશિકલાને મળવા આવ્યા હતા. જેલ રેકોર્ડ પ્રમાણે દીનાકરન શશિકલાને 20 ફેબ્રુઆરી અને 8 માર્ચના રોજ મળવા આવ્યા હતા. જેમણે બંને વખત 45 મિનિટનો સમય લીધો હતો. નિયમ પ્રમાણે કેદી 10 મિનિટથી વધારે પોતાના સગાસંબધી, મિત્ર કે વકિલને મળી શકે નહીં. પરંતુ શશિકલાના ભાણીયા વિવેક જયરામન અને કે. કાર્તિકેયન તેમજ તેમના વકિલ તેમને સરળતાથી મળી શકે છે.

રેકોર્ડ પ્રમાણે એમપી અને તેલુગુ દેશનમ પાર્ટી MLC મુગુનટ્ટા શ્રીનીવાસલ્યુ રેડ્ડી શશિકલાને 1 માર્ચે  મળ્યા હતા. મળતી માહિતી મુજબ તમિલનાડુમાં વ્યવસાય સંદર્ભે વાતચીત માટે તેઓ શશિકલાને જેલની અંદર 20 મિનિટ માટે મળ્યા હતા. આ સિવાય પણ શશિકલાને અનેક સંબંધી, મિત્રો અને વકિલ  જેલની અંદર અનેક વખત મળવા જઇ ચૂક્યા છે. http://sambhaavnews.com/

You might also like