કાશ્મીર ભડકે બળતુ હતુ ત્યારે ગિલાનીના પુત્રને નિયમો નેવે મુકી નોકરી અપાઇ

શ્રીનગર : પાકિસ્તાન સમર્થક અલગતાવાદી નેતા સૈય્યદ અલી શાહ ગિલાનીના પૌત્રને સરકારી નોકરી આપવા માટે નિયમોની એસીતેસી કરવામાં આવી હત. એક અંગ્રેજી છાપામાં આ બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે. છાપાનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2016માં બુરહાન વાનીનાં મૃત્યુ બાદ જ્યારે કાશ્મીર હિંસાના સમયમાંથી પસાર થઇ રહ્યું હતું તે સમયે ભાજપ અને પીડીપી ગઠબંધનવાળી રાજ્ય સરકારે ગિલાનીનાં પૌત્રને સરકારી નોકરી આપવા માટે નિયમોને માળી ચડાવી દીધા હતા.

અંગ્રેજી સમાચાર પત્રનાં રિપોર્ટ અનુસાર અનીલ ઉલ ઇસ્લામને સરકારી નોકરી પર નિયુક્ત કરવા માટે રાજ્ય સરકારની ભર્તી નીતિનાં તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. તેમણે શેર એ કશ્મીર ઇન્ટરનેશનલ સંવહન કનવેક્શન કોમ્પલેક્સમાં રિસર્ચ ઓફીસર બનાવવામાં આવ્યા. આ જમ્મુ કાશ્મીર પર્યટન વિભાગની એક સહાયક વિંગ છે. તેમનો વાર્ષિક પગાર 12 લાખ રૂપિયા છે.

અનીસે જાલંધરથી એમબીએ કર્યું છે. જો કે પર્યટન સચિવ ફારુખ શાહે ગિલાનીનાં પૌત્રની નિયુક્તિ નિયમો અનુસાર જણાવી છે. જો કે હાલ સમાચારપત્ર દ્વારા અહેવાલ પ્રકાશીત કરવામાં આવ્યા બાદ સમગ્ર મીડિયામાં હોબાળો મચી ગયો છે. સરકાર પોતાનો લુલો બચાવ કરી રહી છે.

You might also like