શિવનું મંગલમય સ્વરૂપઃ રુદ્રાક્ષ

જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલા વિધિવત પૂજન કરવુ જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતા તે ધારણ કરી શકાય છે.
રુદ્રાક્ષ, શિવનું સ્વરૂપ હોવાથી મંગળકારી અને દુઃખનાશક હોય છે, તેની પાછળ હિંદુ ગ્રંથોમાં તથ્યો રહેલા છે રુદ્રાક્ષ શિવનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષ બે શબ્દો રુદ્ર અને અક્ષથી મળીને બન્યો છે. જેનો સરળ અર્થ છે રુદ્ર અર્થાત્ શિવનું નેત્ર.
તો રુદ્રાક્ષ શબ્દની પાછળ છુપાયેલ ગૂઢતા જાણીએ તો રુદ્રનો અર્થ છે રુત્ અર્થાત્ દુઃખોનો નાશ કરનાર તો અક્ષને અર્થ છે આંખ અર્થાત્ રુદ્રાક્ષ શિવના નેત્રથી નીકળેલ પીડા હરનાર હોય છે. આ બાબતે શિવ પુરાણમાં લખવામાં આવ્યું છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવના આંસૂઓથી થઈ છે. તે સિવાય પણ અન્ય પુરાણ રુદ્રાક્ષના શિવ અંશ હોવાની પુષ્ટિ કરે છે.
જાણો છો રુદ્રાક્ષના શિવના સાક્ષાત સ્વરૂપ હોવા સાથે જોડાયેલ પુરાણ પ્રસંગ… શિવ પુરાણ પ્રમાણે સતીના વિયોગ થવાની આહત શિવના આંસુઓનાં ટીપાં જમીન ઉપર જગે-જગે પડ્યા જ્યાં રુદ્રાક્ષ વૃક્ષ પેદા થયાં. શ્રીમદ દેવી ભાગવતમાં ઉલ્લેખ છે કે રુદ્રાક્ષ ત્રિપુરનો નાશ કરવા માટે જ્યારે લાંબા સમય સુધી ભગવાનના નેત્ર ખુલ્લાં રહ્યાં તો તેની થકાવટને લીધે આંસુ નીકળી જમીન ઉપર પડ્યાં. તેનાથી જ રુદ્રાક્ષના વૃક્ષ પ્રગટ થયાં.
એ જ રીતે પદ્મપુરાણમાં લખવામાં આવ્યું છે કે સતયુગમાં જ્યારે બ્રહ્મદેવના વરદાનથી શક્તિસંપન્ન બનેલ દાનવરાજ ત્રિપુર જ્યારે આખા જગતને પિડીત કરવા લાગ્યો, તો દેવતાઓની પ્રાર્થના ઉપર ભગવાન શંકરે પોતાની તેજસ્વી દૃષ્ટિથી ત્રિપુરનો અંત કરી દીધો.
ત્રિપુર સાથે યુદ્ધ દરમિયાન મહાદેવના દેહથી નીકળતા પસીનાના ટીપાંથી રુદ્રાક્ષના ઝાડની ઉત્પત્તિ થઈ. શિવ ઉપાસનાની જેમાં જ રુદ્રાક્ષ ધારણ કરવાનું પણ કામના સિદ્ધિ કરી આયુ, ધન, વૈભવ, પુણ્ય અને મુક્તિ આપનાર માનવામાં આવ્યું છે.
રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રુદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી.
રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે.•

You might also like