Categories: Gujarat

RTOમાં ડ્રાઈવિંગ ટ્રેક ફરતે લગાવેલી પતરાંની દીવાલ હવે દૂર કરાશે

અમદાવાદ: છેલ્લા કેટલાય સમયથી અમદાવાદની આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગાવામાં આવેલાં પતરાં અને આડાં કરેલ સેન્સરને મુદે ડ્રાઇવિંગ સ્કૂલ એસોશિયેશન અને એજન્સીના કર્મચારીઓ વચ્ચે કડવાશ જોવા મળી રહી છે. જેમાં ત્રણ દિવસ પહેલા સ્કૂલ ડ્રાઇવિંગ એસોશિયેશન દ્વારા ઉગ્ર રજુઆત કરાતાં ટેસ્ટ ટ્રેક પાસે લગાવામાં આવેલાં પતરાં કાઢી નાખવાનો તથા સેન્સરને યોગ્ય રીતે મૂકવાનો આરટીઓ દ્વારા હુકમ આપવામાં આવ્યો છે.

શહેરના સુભાષબ્રિજ ખાતે આરટીઓમાં બનાવેલ ટેસ્ટ ટ્રેક કોઇને કોઇ બાબતે ચર્ચમાં હોય છે. જેમાં ખાનગી સિલ્વર ટ્રેક એજન્સી દ્વારા એક વર્ષ પહેલાં ટેસ્ટ આપતી વ્યક્તિને ટેસ્ટ ટ્રેકની બહારથી કોઇ સૂચના કે કોઇ ટિપ્પણી ના કરે તે માટે ટ્રેકની ફરતે પતરાં લગાવામાં આવ્યાં હતાં. જેમાં ડ્રાઇવિંગ સ્કૂલ એસોશિયેશન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઇ પરિણામ આવ્યું ન હતું. જ્યારે બે મહિના પહેલાં સિલ્વર ટેક એજન્સી દ્વારા ટ્રેકમાં મૂકવામાં આવેલાં સેન્સરને પણ વગર પરવાનગીએ આડાં કરી દેવામાં આવ્યાં હતાં.

ખાનગી કંપની દ્વારા ટેસ્ટ ટ્રેકમાં વગર પરવાનગીએ કોઇ સુધારો વધારો ના કરી શકે તેમ છતાં પણ એજન્સી દ્વારા પોતાની મરજી મુજબ ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં સ્કૂલ એસોશિયેશન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ઉગ્ર રજૂઆત સમયે બે કલાક સુધી ટ્રેક પણ બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ આરટીઓ અધિકારીએ એજન્સી અને એસોશિયેશન વચ્ચે પડતાં મામલો થાળે પાડવા માટે બંને વચ્ચે મિટિંગ યોજી હતી.

જેમાં આરટીઓ દ્વારા સચોટ તપાસ કરાતા ટ્રેકમાં લગાવેલાં પતરાં અને આડાં કરેલ સેન્સર ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં એજન્સી દ્વારા ચાર દિવસનો સમય માગીને પતરાં કાઢવા માટે અને સેન્સરને સીધા કરવા માટેનો સમય માગવામાં આવ્યો છે.

આ વિશે એ.આરટીઓ ડી.એચ યાદવે જણાવ્યું હતું કે એજન્સી અને સ્કૂલ એસોશિયેશનના સભ્યોની વચ્ચે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ટ્રેકમાં જે રીતે વગર પરવાનગીએ સેન્સર આડા કરવામાં આવ્યાં છે. તેની સીધાં કરવાની સૂચના આપી દેવામાં આવી છે. તથા ટ્રેકની આસપાસ લગાવામાં આવેલાં પતરાંને પણ દૂર કરાશે.

divyesh

Recent Posts

Hyundaiની નવી કોમ્પેક્ટ SUV મે મહિનામાં થઇ શકે છે લોન્ચ

હુંડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની અપકમિંગ કોમ્પેક્ટ SUV Styxનો નવું ટીઝર રજૂ કર્યું હતું. હુંડાઇ સ્ટાઇક્સ ગત વર્ષે શોકેસ કરેલ કારલિનો…

20 mins ago

ડાયા‌િબટિક રેટિનોપથીની તપાસમાં પણ હવે ‘એઆઈ’નો ઉપયોગ

વોશિંગ્ટન: સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવી નવી ટેકનિક આવવાથી ઘણી ગંભીર બીમારીઓની ઓળખ કરવાનું અને તેનો ઉપચાર સરળ બની ગયો છે. કેન્સર…

52 mins ago

100 પશુઓ માટે ફોટોગ્રાફરે આરામદાયક જિંદગી અને સફળ કારકિર્દીને છોડી દીધી

(એજન્સી)મોસ્કોઃ દરિયા પુસ્કરેવા રશિયાની રાજધાની મોસ્કોની એક સફળ ફોટોગ્રાફર હતી, પરંતુ એક દિવસ તેણે આરામદાયક જિંદગીને છોડીને જંગલમાં રહેવાનું નક્કી…

1 hour ago

ઈલેક્ટ્રિક કારથી ત્રણ વર્ષમાં 90,000 કિ.મી.ની કરી યાત્રા

(એજન્સી)હોલેન્ડ: એક ઈલેક્ટ્રિક કાર ડ્રાઈવરે લોકોના સહયોગથી ત્રણ વર્ષમાં ૯૦,૦૦૦ કિ.મી.ની યાત્રા કરી. ઝીરો કાર્બન ઉત્સર્જનનો સંદેશ લઈને વિબ વેકર…

1 hour ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ અઠવાડિયે આપને પુષ્કળ પ્રમાણમાં મહત્‍વના લાભો મળવાના છે એમ ગણેશજીનું માનવું છે. આપનો કરિશ્‍મા, આત્મવિશ્વાસ અને અંત:સ્‍ફુરણા એટલા સક્રિય…

1 hour ago

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

3 hours ago