આરટીઈ હેઠળ બાળકીને પ્રવેશ આપવામાં નિર્માણ સ્કૂલનાં ગલ્લાંતલ્લાં

અમદાવાદ: રાઈટ ટુ એજ્યુકેશન (અારટીઈ) હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા શહેરના વસ્ત્રાપુર વિસ્તારની નિર્માણ સ્કૂલમાં બાળકીને પ્રવેશ અપાયો હતો, પરંતુ શાળા સંચાલકો દ્વારા બાળકીને અારટીઈ હેઠળ પ્રવેશ અાપવામાં ગલ્લાંતલ્લાં કરાતાં હોવાની તેમજ ધક્કા ખવરાવવામાં અાવતા હોવાની ફરિયાદ વાલી દ્વારા કરવામાં અાવી હતી.

વસ્ત્રાપુર વિસ્તારમાં અાવેલા પગીવાસમાં રહેતા અને શ્રમજીવી એવા ઠાકોર અજયભાઈએ પોતાની પુત્રી વૃષાલીને ધોરણ-1માં અારટીઈ હેઠળ પ્રવેશ મળે તે માટે તાલુકા પંચાયતમાં અરજી કરી હતી, જેના અાધારે તાલુકા શિક્ષણા‌િધ‍કારી દ્વારા વૃષાલી અને અન્ય સાતથી અાઠ બાળકોને વસ્ત્રાપુર વિસ્તારમાં અાવેલી ખાનગી નિર્માણ સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો. વૃષાલીના પિતા અજયભાઈ ઉક્ત શાળામાં પ્રવેશ લેવા માટે ગયા હતા ત્યારે શાળા સંચાલકો સોમવારે અાવજો, કાલે અાવજો તેમ કહીને પાછા મોકલતા હતા.

છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી ધક્કા ખાઈને કંટાળી ગયેલા અજયભાઇ તેમજ તેમની સાથેનાં અન્ય પાંચથી સાત બાળકોના વાલીઅો ગઈ કાલે નિર્માણ સ્કૂલ ખાતે ગયા હતા. જ્યાં તેમણે હોબાળો મચાવ્યો હતો. શાળા સંચાલકોએ અજયભાઈ અને અન્ય વાલીઅોને કાલે અાવી ફોર્મ લઈ જવા જણાવ્યું હતું.

અા અંગે અજયભાઈએ જણાવ્યું હતું કે મને ગત તા.7 મેના રોજ પ્રવેશ માટેનો પત્ર મળ્યો હતો, જેમાં સાત દિવસમાં પ્રવેશ લઈ લેવા જણાવાયું હતું, પરંતુ શાળા સંચાલકો અાજ-કાલ કરીને ધક્કા ખવરાવતા હતા. ગઈ કાલે મારી સાથે અન્ય પાંચથી સાત વિદ્યાર્થીઅોના વાલીઅો પણ એકઠા થયા હતા.

અા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણા‌િધ‍કારી મહેશ મહેતાએ જણાવ્યું હતું કે કોઈ પણ શાળા હોય તેણે અારટીઈ હેઠળ બાળકને પ્રવેશ અાપવો જ પડશે, જોકે અા અંગે હજુ સુધી મને ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો શાળા સામે કાર્યવાહી કરાશે.

આ અંગે નિર્માણ સ્કૂલના સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો ફોન સતત બિઝી રહેલો હોવાથી સંપર્ક થઈ શક્યો નથી.

You might also like