અારટીઈ હેઠળ અમદાવાદમાં વધુ 368 શાળાઅોનો ઉમેરો

અમદાવાદ,: રાઈટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ અમદાવાદ શહેરમાં વસતા ગરીબ અને નબળા વર્ગનાં બાળકોને તેમના વિસ્તારની સારી શાળામાં પ્રવેશ મળી શકે તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણા‌િધ‍કારી (ડીઈઅો)ની કચેરી દ્વારા અા વર્ષે ગત વર્ષની સરખામણીમાં નવી 368 શાળાઅો અને 2000 બાળકોને વધુ પ્રવેશ અાપવા માટેનું અાયોજન કરાયું છે.
કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન (અારટીઈ)ના કાયદા હેઠળ સમાજના તમામ નબળા વર્ગના વિદ્યાર્થીઓ તેમના વિસ્તારની સારી શાળામાં વિનામૂલ્યે અભ્યાસ કરી શકે તે માટેનું અાયોજન કરાયું છે. અા કાયદા અંતર્ગત અમદાવાદ શહેરની વિવિધ શાળાઅોમાં ગરીબ અને નબળા વર્ગનાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે કેટલીક સંસ્થાઅો દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં અાવી હતી.

અા જાહેર હિતની અરજીના અનુસંધાનમાં હાઈકોર્ટ દ્વારા સરકાર, શિક્ષણ વિભાગ અને અમદાવાદ ડીઈઅો કચેરીને અા મામલે યોગ્ય નીતિ અને નિયમો બનાવવાનો અાદેશ કર્યો હતો.  હાઈકોર્ટના અાદેશ બાદ ગત વર્ષે અમદાવાદ શહેરમાં ડીઈઅો કચેરી દ્વારા શહેરની 350 ખાનગી શાળાઅોને અારટીઈ એક્ટની હેઠળ અાવરી લઇને 3000 વિદ્યાર્થીઅોને ધોરણ-1માં પ્રવેશ અાપવાનું અાયોજન કરાયું હતું. જોકે વિદ્યાર્થીઅોની સંખ્યા વધતાં ડીઈઅો કચેરી દ્વારા ગત વર્ષે સરકારની પરવાનગી મેળવીને વધારાની 50 જેટલી શાળાઅોનો વધારો કરીને વધુ 700 બાળકોને પ્રવેશ અાપવામાં અાવ્યો હતો.

જ્યારે અા વર્ષે અમદાવાદ ડીઈઅો કચેરી દ્વારા કુલ 768 શાળાઅોને અાવરી લઈને 5000 બાળકોને પ્રવેશ અાપવાનું અાયોજન કરાયું છે. અા અંગે અમદાવાદના ડીઈઅો અશોક રાઠોડે જણાવ્યું હતું કે ગત વર્ષે પ્રારંભિક તબક્કામાં 350 જેટલી શાળાઅોનો સમાવેશ કરીને 3000 બાળકોને પ્રવેશ અાપવાનો લક્ષ્યાંક રખાયો હતો.  તેમણે જણાવ્યું હતું કે અા વર્ષે અમદાવાદ શહેરમાં ગત વર્ષની તુલનામાં નવી 368 શાળાઅોનો અને વધુ 1300 વિદ્યાર્થીઅોને સમાવેશ કરવાનું અાયોજન કરાયું છે. જેના અંતર્ગત તા.1 ફેબ્રુઅારીથી તા. 20 ફે્બ્રુઅારી સુધી વિવિધ નિયત કરાયેલા 43 સ્થળો ઉપરથી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

You might also like