સ્વયંમ સેવકોના કામ કરવા માટે RSS કરશે મોદી પર દબાણ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કેન્દ્રની મોદી સરકાર પર તેમના કાર્યકર્તાઓના કામ કરવાનું દબાણ કરશે. સાથે જ સંઘ પરિવાર હવે બિહાર ચૂંટણી પહેલાં દેશના માહોલને અસહિષ્ણુ ગણાવીને પુરસ્કાર પરત કરનાર જાણીતા ચહેરાની વિગતો પણ પ્રાપ્ત કરશે. સંઘના બૈદ્ધિક વિંગને હવે એ વાતનો અહસેસા થઇ ગયો છે કે લાંબા સમય સુધી સત્તા પર રહેવા માટે કાર્યકર્તાઓને પણ સારા દિવસોના ભાગીદાર બનાવવું પડશે. એટલા માટે જ તો સંધ હવે પોતાના કાર્યકર્તાઓનું કામ સારી રીતે થઇ શકે તે માટે કેન્દ્ર સરકાર પ્રત્યે પોતાનું આકરૂ વણલ દર્શાવી શકે છે.

સંઘના બૌદ્ધિક વિંગમાં આ મામલે સહમતિ પ્રાપ્ત થઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદમાં 11 અને 12 ફેબ્રુઆરી સુધી પ્રવાહની બેઠક ચાલશે. બેઠકમાં પ્રત્રા પ્રવાહના પ્રમુખ ડો. સદાનંદ સપ્રેએ પોતે આ વાતનો પ્રસ્તાવ રાખ્યો કે વૈચારિક લડાઇ તો ઠીક છે, પરંતુ કાર્યકર્તાઓના કામકાજના મામલે તે યોગ્ય નથી. અન્ય લોકો પણ પોતાના કાર્યકર્તાઓનું કામ કરે છે. મળતી માહિતી મુજબ બેઠકમાં ઉપસ્થિત મોટાભાગના લોકોએ તેમની વાતનું સમર્થન કર્યું છે. આ સાથે જ અસહિષ્ણુતાના નામ પર પુરસ્કાર પરત કરનારના જાણીતા ચહેરાને સરકાર મારફતે શોધવાની બાબત અંગે પણ ચર્ચા થઇ છે.

http://sambhaavnews.com/

You might also like