શું RSSનાં મંચ પરથી રાહુલ ગાંધી બતાવી શકશે કેવું હોવું જોઇએ ‘ભવિષ્યનું ભારત’?

રાષ્ટ્રીય સ્વયં સેવક એટલેકે આરએસએસનો મંચ કોંગ્રેસ અને વામપંથી પાર્ટીઓ માટે હંમેશા વિવાદમાં રહ્યો છે. ગત દિવસોએ પૂર્વ રાષ્ટ્રપતિના નાગપુર આરએસએસના કાર્યક્રમમાંજઇને લઇને કોંગ્રેસમાં બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી ત્યારે હવે એક મળતા અહેવાલ મુજબ આરએસએસ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરી સહિત વિપક્ષના અનેક નેતાઓને દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમ ‘ભવિષ્યનું ભારતઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું દ્રષ્ટિકોણ’માં ભાગ લેવા આમંત્રણ આપશે.

જો કે હજી આ અંગે આરએસએસ તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી પરંતુ વિચાર કરી રહ્યું છે. જો કે રાહુલ ગાંધીને બોલાવાને લઇને મીડિયા સહિત કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. મળતી જાણકારી મુજબ આ કાર્યક્રમમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવ ‘પ્રબુધ્ધ લોકો’ સાથે સંવાદ કરશે.

આ કાર્યક્રમ 17થી 19 સપ્ટેમ્બરે દિલ્હીના વિજ્ઞાનભવનમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસની સરખામણી મુસ્લિમ બ્રધરહૂડ સાથે કરી હતી.

You might also like