અાતંકવાદ સામે લડવા મુસ્લિમ  યુવકોને તૈયાર કરશે અારએસએસ

નવી દિલ્હી: ઉરી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ દેશમાં બનેલા માહોલની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મુસ્લિમ યુવાનોને અાતંકવાદ વિરુદ્ધ ઊભા કરવાની ચળવળ શરૂ કરી છે. દેશભરના જિલ્લાઅો, કોલેજો અને યુનિવર્સિટીઅોમાં અારઅેસઅેસનું અેક સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ સંમેલનો યોજશે. અા ચળવળની શરૂઆત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના જન્મદિવસ ૧૫ અોક્ટોબરથી મેવાતના ન‌િગનાથી થશે.

અારઅેસઅેસ રાષ્ટ્રવાદનો માહોલ ઊભો કરવાની ભરપૂર કોશિશમાં છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચનું માનવું છે કે ૧૯૭૧ના ભારત-પાક. યુદ્ધ બાદ જેવો રાષ્ટ્રવાદનો માહોલ સર્જાયો હતો તે જ માહોલ સર્જિકલ સ્ટ્રાઈક બાદ બન્યો છે. મંચનું માનવું છે કે અા માહોલમાં મુસ્લિમોની મોટી સંખ્યામાં ભાગીદારી કરાવીને ખાસ પ્રકારનો સંદેશ અાપી શકાય છે. જેટલા મોટા અવાજમાં અાતંકવાદ વિરુદ્ધ મુસ્લિમો અવાજ બુલંદ કરશે એટલો જ રાષ્ટ્રવાદનો માહોલ ઊભો થશે.

અા જ ભાવના જગાવવા માટે મુસ્લિમ રાષ્ટ્રીય મંચે યુવાનોને જોડવાની ચળવળ શરૂ કરી છે. સૌથી પહેલાં ૧૫ અોક્ટોબરે મેવાતના ન‌િગનામાં મુસ્લિમ યુવા-છાત્ર સંમેલન રાખવામાં અાવ્યું છે, જેમાં સેંકડો યુવાનો હાજર રહેશે તેવી અાશા છે. ત્યારબાદ દરેક જગ્યાઅે અાવાં અાયોજન થશે. ડિસેમ્બરમાં દિલ્હીમાં રાષ્ટ્રીય સંમેલન યોજાશે, તેમાં સંઘના નેતા અને મુસ્લિમ બુદ્ધિજીવીઅો હાજર રહેશે. અા અાયોજનથી સંઘની કોશિશ છે કે રાષ્ટ્રવિરોધી તાકાતની અસર હેઠળ અાવવાથી યુવાનોને રોકી શકાશે. તેમને શિક્ષણ અને રોજગારની દિશામાં સ્વાવલંબી બનાવવામાં અાવે.

You might also like