‘સંજુ’ ફિલ્મ પર RSSએ વ્યકત કરી નારાજગી…

મુંબઇ: સંજય દત્તની બાયોપિક ‘સંજુ’ ફિલ્મ પર આરએસએસએ નારાજગી વ્યકત કરી છે. સંઘે પોતાના મેગેઝિન પાંચજન્યમાં લખ્યું છે કે મુુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માફિયાઓ અને અન્ડરવર્લ્ડનાં વખાણ કરતી ફિલ્મો કેમ બનાવી રહી છે? ‘સંજુ’ ફિલ્મ બનાવવા પાછળ રાજકુમાર હીરાનીનો હેતુ શું છે?

પાંચજન્યમાં લખ્યું છે કે બોકસ ઓફિસ પર પૈસા ભેગા કરવા કે સંજય દત્તની છબીને સુુધારવા માટે શું આ કરવું જરૂરી હતું? સંજય દત્તની લાઇફ એવી છે કે યુવા વર્ગ તેમાંથી કંઇક સારું શીખી શકે. સંજય દત્ત એવી વ્યકિત છે જેણે ૧૯૯૩ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ સાથે સાઠગાંઠ કરી હતી અને તેને જેલની સજા પણ થઇ હતી.

સંઘે લખ્યું છે કે શું સંજય દત્તની લાઇફ એક બાયોપિક છે. ડિરેકટર રાજકુમાર હીરાનીની નિંદા કરતાં મેગેઝિનમાં લખાયું છે કે તેમની ફિલ્મ પીકે હિંદુુ‌ વિરોધી હતી. શું બોલિવૂડ એક આદર્શના રૂપમાં તેમની સેવાની કોશિશ કરે છેો? સંજય દત્તે પોતાની જિંદગીમાં કયું અસાધારણ કામ કર્યું છે જેના કારણે તેની બાયોપિક બનાવી છે.

બોલિવૂડમાં આવું પહેલીવાર બન્યું છે કે અન્ડરવર્લ્ડના લોકો પર ફિલ્મ બનાવવામાં આવી હોય. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દાઉદ ઇબ્રાહીમ, તેની બહેન હસીન પારકર, છોટા રાજન, અરુણ ગવળી અને ગુજરાતના અબ્દુલ લતીફ પર ફિલ્મો બની છે.

પરેશ રાવલની એક્ટિંગ જામી નહીંઃ સંજુની બહેન નમ્રતા
સંજય દત્તની બાયોપિકમાં રણબીર કપૂરની સાથે સાથે બાકીના અભિનેતાઓના પર્ફોર્મન્સને પણ પ્રશંસા મળી છે. ખાસ કરીને સુનીલ દત્ત બનેલા પરેશ રાવલની એક્ટિંગને પણ લોકોએ ખૂબ વખાણી હતી, પરંતુ સુનીલ દત્તની નાની પુત્રી નમ્રતા દત્તને પરેશ રાવલને એક્ટિંગ પસંદ પડી નથી.

તે કહે છે કે હું ફિલ્મ જોયા બાદ પરેશ રાવલ સાથે ખુદને કનેકટ કરી શકી નથી. એક ઇન્ટર્વ્યૂમાં તેણે જણાવ્યું હતું કે હું કોઇ પણ વ્યકિતને મારા પિતાની જગ્યાએ રાખીને ન જોઇ શકું. તેઓ સ્પેશિયલ હતા. નરગીસ બનેલી મનીષા કોઇરાલા પણ તેને ઠીકઠાક લાગી. ઉલ્લેખનીય છે કે નમ્રતા દત્ત બોલિવૂડ કલાકાર કુમાર ગૌરવની પત્ની છે.

You might also like