દર રવિવારે બાળકોને નૈતિકતાના પાઠ ભણાવશે RSS, 5000 કેન્દ્રો પર ક્લાસીસ

નવી દિલ્હી: દેશ પ્રત્યે ભાવનાઓ મજબૂત કરવા અને યુવાનો વચ્ચે પોતાની વિચારધારાને મજબૂતી રાખવા માટે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)એ ‘બાલગોકુલમ’ અભિયાન શરૂ કરવાની યોજના બનાવી છે. આ અભિયાન હેઠળ દેશના મુખ્ય શહેરોમં બાળકોને આરએસએસ પોતાની વિચારધારા વિશે જણાવશે.

આરએસએસે આ પગલાંને સુધારાત્મક પ્રયત્ન ગણાવ્યો છે. તાજેતરમાં જ થયેલી સંગઠનની બેઠકમાં આરએસએસન ટોચન પદાધિકારીઓએ બાલગોકુલમના આયોજનનો ફેંસલો લીધો છે. આ સાપ્તાહિક કાર્યક્રમ હશે.

બાલગોકુલમમાં દર અઠવાડિયે સંસ્કૃતિ અને નૈતિક શિક્ષાની સાથે હિંદુ મહાપુરાણોના માધ્યમથી 18 વર્ષ સુધીના બાળકોના ક્લાસીસ લેવામાં આવશે. એક જૂનથી શરૂ થનાર આ કાર્યક્રમને લગભગ 5000 સ્થળો પર ચલાવવામાં આવશે. બાલગોકુલમની શરૂઆત આરએસએસે વર્ષ 1975માં કેરલમાં કરી હતી, તેનું રજિસ્ટ્રેશન રાષ્ટ્રીય સંસ્કૃતિ આંદોલન તરીકે વર્ષ 1981માં કરાવ્યું હતું.

એક સમાચારપત્રના અહેવાલ અનુસાર આરએસએસની કેરલ યૂનિટ દ્વારા મેટ્રો શહેરોમાં ઘણા ક્લાસીસ ચાલી રહ્યાં છે. કેરલ યૂનિટથી આ કલાસીસના અન્ય શહેરોમાં અને ગામડાંઓમાં વિસ્તાર કરવા માટે કહેવામાં આવ્યું છે. બાળકોની સાથે જોડાવવા અને આ પ્રોગ્રામને હેડ કરવા માટે સંઘ પ્રચારક અને ટીચર્સ (ખાસકરીને ઇતિહાસ અને ભાષાના શિક્ષક) શોધવા માટે કહેવામાં આવ્યું છે.

ક્લાસીસના પ્રચારકોના ઘર કે સામુદાયિક કેન્દ્રોમાં લગાવવામાં આવશે. આ ક્લાસીસ અઠવાડિયામાં બે કલાક હશે. જેમાં પરંપરાગત રમતો, પુરાણની વાર્તાઓ, ભજન, શ્લોક, દેશભક્તિ અને સારા મિત્ર બનાવવાનું શિક્ષણ આપવામાં આવશે. સાથે જ સંસ્કૃત ભાષાને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.

You might also like