શિંગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ યોગ્ય: RSS

મુંબઇ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલ મેગેજીન ‘ઓર્ગેનાઇઝર’માં શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને સમર્થન આપ્યું છે. સાથે જ ‘સમ્માનજનક વાર્તા’ના માધ્યમથી આ વિવાદને ઉકેલવાની સલાહ પણ આપી છે.

એડિટોરિયલમાં પૂછવામાં આવ્યું છે કે ‘તર્કવાદી’ જણાવે છે કે શું તે બળજબરી પૂર્વક તે ભગવાનની પૂજા કરાવવા માંગે છે જેમાં તેમનો વિશ્વાસ નથી અથવા તે લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઇએ જે શનિદેવમાં આસ્થા ધરાવે છે. તેમાં બાલ ગંગાધર તિલકના જમાનામાં તર્કવાદી વાર્તાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શનિ મંદિરમાં મહિલાઓનું ચબૂતરા પર જવું પરંપરાની વિરૂદ્ધ ગણવામાં આવે છે. પરંતુ 400 મહિલાઓએ એકજુટ થઇ આ પરંપરા તોડવાનું નક્કી કરી લીધું છે. મંદિરમાં પૂજા કરવાની જીદ પર અડેલી મહિલાઓએ 26 જાન્યુઆરીના રોજ મંદિરમાં ચબૂતરા પર પૂજા કરવાની જાહેરાત કરી હતીએ. પરંતુ હજારો મહિલાઓને મંદિરથી 80 કિલોમીટર દૂર જ અટકાવી લેવામાં આવી. તંત્રએ 250 મહિલાઓને કસ્ટડીમાં લઇ લીધી. જો કે થોડીવાર બાદ તેમને છોડી મુકવામાં આવી.

You might also like