Categories: India

ચીન પર અંકુશ માટે RSSએ દરેક ભારતીયોને જાપ કરવા માટે કરી અપીલ

નવી દિલ્હી: સીમા પર ચીનની સાથે વધતા તણાવની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પડોશી દેશ સામે નિપટવા માટે એક નવો આઇડિયા લઇને આવ્યા છે. સંઘ ઇચ્છે છે કે ચીન જેવા દેશને નિપટવા માટે મંત્રનો સહારો લેવામાં આવે. સંઘ ભારતીયોને ચીની ઉત્પાદકોનો બહિષ્કાર કરીને આર્થિક રૂપથી ડ્રેગનને નુકસાન પહોંચાડવા તો ઇચ્છે જ છે, સાથે એમની એવી પણ ઇચ્છા છે કે દરેક ભારતીયો ઘરમાં પૂજા અર્ચના કરતી વખતે પાંચ વખત એક ખાસ મંત્રનો જાપ કરે જેથી ચીન જેવી રાક્ષસી શક્તિ સામે લડી શકાય.

આરએસએસના વરિષ્ઠ પદાધિકારી ઇન્દ્રેશ કુમારે કહ્યું કે, ‘કૈલાશ, હિમાલય અને તિબ્બત ચીનની રાક્ષસી શક્તિથી મુક્ત થાય’ આ મંત્રનો જાપ દરેક ભારતીયોને એટલે કે હિંદુ હોય કે મુસ્લિમ હોય પૂજા અર્ચના અથવા નમાજ પહેલા કરવો જોઇએ. એનાથી ચીનના હિતોને નુકાસન પહોંચશે અને વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થશે.

નોંધનીય છે કે આરએસએસ અને એમના સહયોગી સંગઠન સતત ચીનના ઉત્પાદકોનો બહિષ્કાર કરવાની ચળવણ ચલાવી રહ્યા છે. દીવાળીના સમયે ચીની ફટાકડા અને લાઇટોનો ઉપયોગ ના કરવાની એમની ચળવળ પર ઘણી અસર જોવા મળી રહી છે.

લોકોને એ ચીન ઉત્પાદનો માટે જાણકારી આપવામાં આવી રહી છે જે લોકાને ચીનથી આયાત થવા પર અત્યારે વધારે લોકો જાણતા નથી. રક્ષાબંધનના તહેવારના દિવસે ચીની રાખડીઓથી બજાર ભરાઇ જાય છે. સંઘનો પ્રયત્ન છે કે વધારેમાં વધારે લોકો ચીની ઉત્પાદોનો બહિષ્કાર કરે જેથી પાડોશી દેશો ભારતીયોની એકતાની તાકાતનો અહેસાસ કરાવી શકાય.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

આંખોની રોશની વધારે છે ‘આઈ યોગ’

યોગ ઘણી શારીરિક સમસ્યાઓના સમાધાનમાં કારગત સાબિત થયો છે. દૃષ્ટિ કમજોર હોવી કોમન સમસ્યા છે. આજકાલ નાનાં બાળકો પણ તમને…

7 hours ago

યુટ્યૂબરનું પાગલપણુંઃ ૩૦૦ ફૂટ ઊંચી ઈમારત પર એક હાથે લટકયો અને પછી….

સ્કોટલેન્ડના પીટરહેડ ટાઉનમાં રહેતો વીસ વર્ષનો એલ્વિસ બોડેનોવ્સ નામનો યુવાન યુટ્યૂબ ચેનલ ચલાવે છે અને એમાં ભાઈસાહેબ જાતજાતના અખતરા અને…

7 hours ago

મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી મહારાજ કહ્યું કે….

મરણાસન્ન વ્યક્તિનાં ગમે તેવાં આચરણ રહ્યાં હોય,ગમે તેવા ભાવ રહ્યા હોય કે ગમે તેવું જીવન વિત્યું હોય,પરંતુ અંતકાળે તે ભગવાનને…

7 hours ago

રણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા

આલિયા અને રણબીર કપૂર પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચૂક્યાં છે. એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને વચ્ચે કોઇ બાબતે…

8 hours ago

મસ્જિદ હુમલોઃ PSLના રંગારંગ કાર્યક્રમ અંગે મની ઉવાચઃ ‘કબૂતર તો ઉડાડ્યાં’

(એજન્સી) કરાચી: એક તરફ ભારતે પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા પોતાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે IPLની ઓપનિંગ સેરેમની રદી કરી…

8 hours ago

આજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે

(એજન્સી)નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની આજે ૩૪મી બેઠક મળનાર છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીના ઘટાડવામાં આવેલા દરના અમલ…

8 hours ago