હુર્રિયત નેતાએ પાક.ને શુભકામના આપતા RSS નેતાઓ ભડક્યા

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર ફારૂકને પાકિસ્તાન જવાની સલાહ આપી છે. મિરવાઇઝે પાકિસ્તાનની ટીમને શુભકામના આપતા ટ્વિટ કર્યું કે, અમે તરાવીહ પુરી કરીને સાંભળ્યું કે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન ખુબ જ સારૂ રમ્યુ, પાકિસ્તાનને ફાઇનલ માટે શુભકામના. જેનાંવ વિરોધમાં આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું કે મીરવાઇઝ દિલ અને દિમાગથી પાકિસ્તાનથી પાકિસ્તાને છે તેમણે પાકિસ્તાન જતુ રહેવું જોઇએ.

એક અન્ય આરએસએસ નેતા રાકેશ સિન્હાએ કહ્યું કે મીરવાઇઝે કાશ્મીરમાં સદ્ભાવને ભંગ કરવાની નિયતથી આ પ્રકારનું ટ્વિટ કર્યું છે. તે પાકિસ્તાનની જય જયકાર કરી રહ્યા છે. અમને તે સમયે વધારે આનંદ થશે જ્યારે તેઓ પાકિસ્તાન જતા રહે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હંસરાજ અહીરે પણ તેનો વિરોધ કરતા તેને દેશ સામે ગદ્દારી ગણાવી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની સેમીફાઇનલ મેચમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તો ભારતે પણ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મજબુત કર્યું છે.
http://sambhaavnews.com//

You might also like