RSSનું રજિસ્ટ્રેશન જ નથી: દિગ્વિજય

728_90

પણજી: કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એ રજિસ્ટર્ડ સંસ્થા નથી અને તેમણે આ સંસ્થાને મળતા વાર્ષિક ફંડ અંગેની જાણકારી સાર્વજનિક કરવાની માગણી પણ કરી છે. તેમણે ખાસ કરીને ગુરુપુર્ણિમાના દિવસે મળતા ફંડની જાણકારી જાહેર કરવાની વાત કરી હતી.

એક સમન્વય સમિતિની બેઠકમાં અધ્યક્ષતા કર્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અનરજિસ્ટર્ડ સંગઠનને પ્રતિબંધિત કરવાનો કોઈ સવાલ જ નથી. તમે વારંવાર આરએસએસને પ્રતિબંધિત કરવાની માંગણી કરી છે, તમને ખબર છે ખરા કે આરએસએસ રજિસ્ટર્ડ સંગઠન નથી. તેમણે એમ પણ કહ્યું કે આરએસએસ ગુરુપુર્ણિમાના રોજ મોટું ફંડ ભેગુ કરે છે, જેના કોઈ લેખાજોખા નથી હોતા. ગુરુ દક્ષિણાના સ્વરૂપે આરએસએસને કેટલું ધન મળે છે તેનો શું ક્યારેય હિસાબ લેવાયો છે?

વધુમાં તેમણે એમ પણ કહ્યું કે તમે કોઈ એવા સંગઠનને કેવી રીતે પ્રતિબંધિત કરી શકો? રજિસ્ટર્ડ સંગઠન ક્યાં છે? શું આવા સંગઠનને કાયદા અંતર્ગત નૈતિક પોલિસિંગનો અધિકાર અપાયો છે? શું તેમની પાસે મનમાં આવ્યું તેને મારવાનો અધિકાર છે?

દિગ્વિજય સિંહે કહ્યું કે એક અનરજિસ્ટર્ડ સંગઠન હોવાના કારણે આરએસએસ કોઈ પણ અધિનિયમ હેઠળ આવતી નથી. આ ધન ક્યાં જાય છે? તેનો ખુલાસો આરએસએસએ કરવો જોઈએ. ગુજરાતના ઉનામાં મૃત ગાયનું ચામડું ઉતારનારા દલિતો પર થયેલા અત્યાચાર પર બોલતા તેમણે કહ્યું કે આ હુમલા માટે પણ જવાબદાર સંગઠન પણ રજિસ્ટર્ડ નથી અને તેમના સભ્યો સ્થાનિક પોલીસની દયારહમથી ધન ભેગુ કરનારા ગુંડાઓ છે.

You might also like
728_90