મુલાયમ અખિલેશની યુવા બ્રિગેડ ઉપર RSSની નજર

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ૨૦૧૭માં યોજાનાર યુપી વિધાનસભા ચૂંટણીઓનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. સંઘે આ માસ્ટર પ્લાનને અમલમાં મૂકવા માટે જિલ્લાઓમાં એક અલગ ટીમની રચના કરી છે. આ ટીમમાં સંઘના પ્રચારકો, સ્વયંસેવકો અને ભાજપના જનપ્રતિનિધિઓ પણ સામેલ છે. ચક્રવ્યૂહની રચના કરનારી ટીમની નજર પર સત્તારૂઢ સમાજવાદી પાર્ટીની યુવા વિંગ છે. સંઘે પોતાની ચક્રવ્યૂહ ટીમને સમાજવાદી યુવા જનસભા, સમાજવાદી છાત્રસભા, મુલાયમસિંહ યૂથ બ્રિગેડ અને લોહિયાવાહિનીની ગતિવિધિઓ પર નજર રાખવાનું કહ્યું છે.

સંઘનું માનવું છે કે યુવા સમાજવાદીઓની આ ટીમ પાર્ટીનું મજબૂત પાસું છે અને ચૂંટણીમાં તેની સક્રિયાતાથી પાર્ટીને બળ મળશે. સંઘના રણનીતિકારોનું માનવું છે કે ૨૦૧૭માં યુપીને જીતવા માટે ભાજપના ગ્રામીણ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં બેઠકો હોવી જોઇશે. આ માટે અત્યારથી નક્કી કરેલી યોજના પર કામ શરૂ કરવું પડશે. પંચાયત ચૂંટણીમાં સમગ્ર તાકાતથી ઊતરવાની જાહેરાત પણ આ યોજનાનો એક ભાગ ગણાવવામાં આવી રહ્યો છે.

પંચાયત ચૂંટણી દ્વારા પાર્ટી ૨૦૧૭ માટે પોતાની તૈયારીની કસોટી કરવા ઇચ્છે છે. સંઘના પ્રચારકોનું માનવું છે કે પંચાયત ચૂંટણીનાં પરિણામોથી સંગઠનની તૈયારી અને તાકાદનો અંદાજો તો લગાવી દેશે, સાથેસાથે સામાન્ય જનતાની વચ્ચે મોદીની શાખ અને લોકપ્રિયતાનું પણ પરીક્ષણ થશે.

આરએસએસે “મિશન ચક્રવ્યૂહ”ના સંચાલન માટે બનારસને કેન્દ્ર બનાવ્યું છે. વડા પ્રધાનનું સંસદીય ક્ષેત્ર હોવાના નાતે તે સંઘ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અહીં ત્રણ શહેરી વિધાનસભા બેઠકો (ઉત્તર, દક્ષિણ અને કેન્ટ) પર ભાજપનો કબજો છે. બે બેઠકો રોહનિયા અને સેવાપુરી પર ક્યારેય કમળ ન ખીલ્યું. સંઘ ઇચ્છે છે કે ૨૦૧૭માં વારાણસી સંસદીય ક્ષેત્રની તમામ પાંચ બેઠક ભાજપ પાસે હોઇ આ જ કારણ છે કે સંઘે બનારસને કેન્દ્ર બનાવ્યું છે.

સંઘે આ વ્યૂહરચનામાં કેન્દ્રીય સ્તરના બે નેતાઓ દત્તાત્રેય હોશબોલે અને ડો. કૃષ્ણગોપાલને પણ લગાવ્યા છે. તેમના નેતૃત્વમાં જિલ્લા સ્તરની કમિટી પ્રદેશ સરકાર વિરુદ્ધ આંદોલનના મુદ્દાને તપાસશે અને ભાજપ નેતા આ મુદ્દા ઉછાળીને સપા સરકાર પર દબાણ કરશે.

You might also like