ઉત્તર પ્રદેશ: 4 દિવસમાં બીજી વખત RSSના નેતા પર ફાયરિંગ

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં શુક્રવારે રાત્રે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (આરએસએસ)ના એક વધુ કાર્યકર્તા બ્રિજેશ શર્માની બાઇક પર આવેલા બે શખસોએ હત્યા કરી દીધી છે.

બાઇક પર આવેલા હુમલાખોરોએ આરએસએસના કાર્યકર્તાની એ સમયે ગોળી મારી જ્યારે તેઓ પોતાની દુકાન બંધ કરી ઘરે જઇ રહ્યાં હતા.આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી હાલતનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. અહીં ફરી એક વાર RSSના નેતા પર ફાયરિંગ થયું છે. જેથી ગોળી વાગતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે.

RSSના ધર્મ જાગરણના સહસંયોજક અને મદનપુર બ્લોકમાં પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બ્રજેશ શર્મા જ્યારે પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા તે સમયે કનેટા ગામ પાસે ચાર અજાણ્યા શખ્શોએ તેમને ઘેરી લીધા.

બાદમાં તેમના પર ફાયશરગ કરી તેમના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ અગાઉ એક સંઘના નેતા સંદીપ શર્માની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. ઘટનાના પગલે મોટી સંખ્યામાં સંઘના કાર્યકર્તાઓ હોસ્પિટલ ઉમટયા હતા. તો સંઘના અન્ય કાર્યકર્તાઓમાં પણ રોષ વ્યાપ્યો છે. તો પોલીસે ચાર અજાણ્યા શખ્શો વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

You might also like