આરએસએસે ગુજરાતમાં કરાવ્યો સર્વે, અત્યારે ચૂંટણી થાય તો 60 સીટોમાં સમેટાઇ જશે BJP

નવી દિલ્હી: પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગઢ ગણાતા ગુજરાતમાં હવે પાર્ટી પોતાની પકડ ગુમાવતી જઇ રહી છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને ભાજપના સર્વેમાં આ ખુલાસો થયો છે કે જો અત્યારે ગુજરાતમાં ચૂંટણી યોજાઇ તો પાર્તી વિધાનસભાની ચૂંટણીમાં 182 માંથી 60 65 સીટોથી સંતોષ માનવો પડશે.

આરએસએસ અને ભાજપના રાજ્યમાં દલિત આંદોલન બાદ આ સર્વે કરાવ્યો. સર્વે માટે સંઘ પ્રચારકોએ લોકો પાસે ફિડબેક માંગ્યા. સર્વેમાં એ પણ સામે આવ્યું કે ઉનાની ઘટના બાદ દલિતોએ ભાજપથી અંતર બનાવી લીધું છે.

સમાચારો અનુસાર આરએસએસે આ સર્વે બતાવીને જ ગુજરાતની પહેલી મહિલા મુખ્યમંત્રીને રાજીનામું આપવા માટે તૈયાર કર્યા, અને તેમણે સોમવારે પાર્ટીને પોતાનું રાજીનામું સોંપી દીધું.

‘અમદાવાદ મિરર’ના અનુસાર એમ કહેવામાં આવી રહ્યું છે કે પાટીદાર અનામત અને દલિત આંદોલનના લીધે પાર્ટીની છબિને એટલું નુકસાન પહોંચ્યું છે કે 2017ની ચૂંટણીમાં ભાજપનું 18 સીટો પર ભારે અંતરથી ચૂંટણી હારવી નક્કી છે. સર્વે એ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યના આદિવાસી પણ હવે સરકારી નોકરીઓ અને જમીન ફાળવણીની પ્રક્રિયામાં ભાગીદારીની માંગને લઇને આંદોલન કરી શકે છે. જો કે આરએસએસે આવા કોઇપણ પ્રકારના સર્વેની વાતને નકારી કાઢી છે અને કહેવામાં આવ્યું છે કે ભાજપ પોતે આવા સેવે કરાવી શકે છે.

You might also like