ગાયની સુરક્ષા માટે VHP ઇચ્છે છે અલગ મંત્રાલય, સરકાર પાસે કરશે માંગણી

નવી દિલ્હી: વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની માંગ છે કે દેશમાં ગાયની રક્ષા માટે સરકાર અલગથી મંત્રાલય બનાવે. તેના માટે વીએચપી એક ડેડલાઇન પણ નક્કી કરશે.

‘ભારતીય ગોવંશ રક્ષણ સંવર્ધન પરિષદ’એ આ માંગણી સરકારને 2014ની ચૂંટણી પહેલાં કરવામાં આવેલા વાયદાને યાદ અપાવવા માટે કરી છે. ભાજપે ચૂંટણીપહેલાં વાયદો કર્યો હતો કે તે દેશમાં ગાયની રક્ષા કરશે.

અંગ્રેજી સમાચાર પત્ર ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં છપાયેલા સમાચાર અનુસાર વીએચપીએ ગાય સંરક્ષણ સંગઠનના એક વરિષ્ઠ સભ્યના અનુસાર દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવા માટે મંત્રાલયની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે જે પ્રકારે ગંગાને સ્વચ્છ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે તે પ્રકારે ગાયની સુરક્ષા માટે પણ પ્રયત્ન થવો જોઇએ. તમને જણાવી દઇએ કે વીએચપી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે માન્યતા પ્રાપ્ત સંગઠન છે.

You might also like