4 બેંકોની મિલીભગત, રૂપિયા 12,357 કરોડ ગયા દેશની બહાર

નવી દિલ્હીઃ વિવિધ તપાસ સમિતી દ્વારા બેંકોમાં રેડ પાડવામાં આવી રહી છે. ત્યારે તેમાં ચોકાવનારા પરીણામો સામે આવ્યાં છે. ઇડી પાસે હાથમાં આવેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2014થી 2016ની વચ્ચે 12,357 કરોડ રૂપિયા દેશની બહાર મોકલવામાં આવ્યાં છે. આ આંકડા માત્ર ચાર બેંકો સાથે જોડાયેલા પાંચ મુદ્દાઓ પર સામે આવ્યાં છે. જોકે પૈસા કોના છે અને તે ક્યાં મોકલવામાં આવ્યાં છે તે સંબંધે હજી વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઇ નથી. પરંતુ  મળતી માહિતી મુજબ ઓરિયન્ટ બેંક ઓફ કોમર્સ વિરૂદ્ધ બે કેસ દાખલ થયા છે. જ્યારે ICICI બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડસઇન્ડ બેંક વિરૂદ્ધ એક એક કેસ દાખલ થયેલો છે. આ તમામ મુદ્દા પ્રીવેન્સ ઓફ મની લોન્ડરીંગ એક્ટ 2002 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યાં છે. ઓરિયન્ટ બેંક ઓફ કોમર્સ અને બેંક ઓફ બરોડા રાષ્ટ્રીય બેંક છે. ડેટા પ્રમાણે ઇડીએ જણાવ્યું છે કે આ મુદ્દાઓની તપાસમાં એવી વાત સામે આવી છે કે તેમાં અધિકારીઓની મિલિભગત છે.

બેંક અધિકારીઓએ કેવાયસી સિવાય નોન રેજિડેટ ઓર્ડિનરી એકાઉન્ટ બનાવવા અંગે સંબંધિત નિયમોના ઉલ્લઘનમાં મદદ કરી છે. તે તપાસનો મુદ્દો છે. આવું તેમણે જાણી જોઇને કર્યું છે, કે પછી અજાણ્યામાં કર્યું છે. છેલ્લાં થોડા સમયથી એજન્સીઓની નજર બેંકોના કામકાજ પર હતી. RBI પણ આ મામલે તપાસ કરી રહી છે. બેંકોની કામગીરી અને લેવડદેવડની પ્રક્રિયામાં જ્યાં ગરબળ દેખાશે તેની તપાસ કરવામાં આવશે. ઇન્કમટેક્સ વિભાગે પહેલી વખત બેંકોમાં છાપેમારી કરી છે. હાલ બેંકો દ્વારા દેશ બહાર ગયેલા નાણા ક્યાં ગયા છે તે અંગેની તપાસ એજન્સીઓ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે દિલ્હી સ્થિત એક બેંક મારફતે 6000 કરોડ દેશની બહાર ગયા છે. જ્યારે ગુજરાતમાં  ICICI બેંકની એક શાખા દ્વારા 5,395.75 કરોડ, મહારાષ્ટ્રની ઓરિયંટલ બેંક દ્વારા 56..51 કરોડ, ઉત્તર પ્રદેશની એક શાખા દ્વારા 600 કરોડ દેશની બહાર મોકલવામાં આવ્યાં છે.

home

You might also like