ચેકિંગ દરમિયાન ભાજપના નેતાની ગાડીમાંથી મળી અધધધ….રકમ

ગાજિયાબાદ: ગાજિયાબાદમાં પોલીસે એક સ્વિફ્ટ કારમાંથી ત્રણ કરોડ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ દિલ્હીથી લખનઉ પાર્ટી ફંડમાં જમા કરાવવા માટે લઇ જવામાં આવી રહી હતી. આ કાર ગુડગાંવના અજીત મિશ્રના નામે છે. આ ગાડીમાં અનૂપ અગ્રવાલ અને સિદ્ધાર્થ શુક્લ સવાર હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે ચેકિંગ દરમિયાન ઇન્દીરાપુરમ વિસ્તારમાં સ્વિફ્ટ કાર નંબર HR 26 AR 9662ના ચાલકે બેરિકેડિંગને તોડીને ભાગવાનો પ્રયત્ન કર્યો. ત્યાં હાજર પોલીસને શંકા જતાં કાર રોકીને તલાશી લીધી, તો તેમાંથી 3 કરોડ રૂપિયા નિકળ્યા હતા.

અનૂપ કુમાર અગ્રવાલ અને સિદ્ધાર્થ શુક્લાની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે આ પૈસા તેમના છે અને તે તેને લખનઉ પાર્ટી ફંડમાં જમા કરાવવા માટે લઇ જઇ રહ્યા હતા. આ દરમિયાન ઇન્કમ ટેક્સના અધિકારી પણ પહોંચી ગયા છે અને આટલી મોટી રકમનો સોર્સ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પોલીસને શંકા છે કે આ કાળુનાણું હોઇ શકે છે.

આ દરમિયાન ભાજપના પૂર્વ મહાનગર અધ્યક્ષ અશોક માંગા પોલીસમથકે પહોંચ્યા. તેમણે મીડિયાની સમક્ષ કહ્યું કે પૈસા પાર્ટી ફંડના છે અને આ લખનઉ જઇ રહ્યા હતા. આ બાબ ભાજપના લેટર પેડ પર લખી પત્ર પણ બતાવવામાં આવ્યો.

You might also like