રૂ. ત્રણ કરોડનું ફાર્મ નિબંધ સ્પર્ધાના વિજેતાને ગિફ્ટ કરાશે

અમેરિકાના નોર્થ કેરોલિનામાં નોર્મા બર્ન્સ નામની મહિલા છેલ્લાં ૧૮ વર્ષથી એક ઓર્ગેનિક ફાર્મ ચલાવે છે. બ્લૂ બર્ડ હિલ ફાર્મ નામનું આ ખેતર ૧૩ એકરમાં ફેલાયેલું છે. આર્કિટેક્ટ નોર્માબહેનને ૧૮ વર્ષ પહેલાં અચાનક ખેતીવાડીનો ચસકો લાગ્યો અને તેમણે આ ખેતરમાં સજીવ ખેતી શરૂ કરેલી. જોકે હવે તેમનાં પતિદેવનું પણ અવસાન થઈ ગયું છે અને એકલાં રહીને તેઓ કંટાળ્યાં છે એટલે ફરી પાછું શહેરી જીવન જીવવા માંગે છે.

પરંતુ પોતાનું આ રીતે ઉછરેલું ફાર્મ વેચી દેતા તેમનો જીવ ચાલતો નથી, એટલે તેમણે ત્રણ કરોડ રૂપિયાની માર્કેટ-પ્રાઈસ ધરાવતું આ ફાર્મ કોઈ સજીવ ખેતી પ્રિય વ્યક્તિને ગિફ્ટમાં આપી દેવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે એક નિબંધ સ્પર્ધા આયોજિત કરી છે. નિબંધનો વિષય છે. શા માટે તેઓ આ ફાર્મ ગિફ્ટમાં મેળવવા ઈચ્છે છે. ૨૦,૦૦૦ રૂપિયા ભરીને સ્પર્ધકે  આ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. નિષ્ણાત જજની પેનલ નિબંધ વાંચીને વિજેતા નક્કી કરશે.

http://sambhaavnews.com/

You might also like