Categories: Business Trending

RBI દ્વારા રૂ. 100ની નવી નોટ જારી કરવામાં આવી

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના સ્ટાફ માટે રૂ. ૧૦૦ની નવી નોટ જારી કરી છે અને તેથી નવી નોટ હવે બજારમાં આવી ગઇ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાએ પણ નવી નોટની કરન્સી બેન્કને મોકલી આપી છે, જોકે સ્ટેટ બેન્કના સ્ટાફમાં હજુ સુધી આ નવી નોટનું વિતરણ કરવામાં આવ્યું નથી.

સામાન્ય નાગરિકોનો હાથમાં રૂ. ૧૦૦ની નવી નોટ આગામી સપ્તાહે મંગળ કે બુધવાર સુધીમાં આવી જશે. રૂ. ૧૦૦ની નવી નોટ આવ્યા બાદ પણ રૂ. ૧૦૦ની જૂની નોટ ચલણમાં સત્તાવાર રીતે ચાલુ રહેશે.

આરબીઆઇ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તેના સ્ટાફમાં રૂ. ૧૦૦ની નવી નોટોના બંડલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. એસબીઆઇની કરન્સી ચેસ્ટમાં રૂ. ૧૦૦ની નવી નોટો મોકલાયા બાદ હવે એસબીઆઇએ અન્ય બેન્કોને રૂ. ૧૦૦ની નવી નોટો મોકલવાનું શરૂ કરી દીધું છે. રૂ. ૧૦૦ની નવી નોટમાં પાછળના ભાગમાં યુનેસ્કોની વિશ્વ સ્મારકની યાદી છે જેમાં ગુજરાતની પાટણ સ્થિત રાણકી વાવ પણ દેખાય છે.

divyesh

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

20 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

20 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

20 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

20 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

20 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

20 hours ago