આંધ્ર પ્રદેશમાં 800 કરોડની સંપત્તિ સાથે ડેપ્યુટી કમિશનરની ધરપકડ

હૈદરાબાદ: આંધ્ર પ્રદેશમાં એક આઇએએસ પાસેથી 800 કરોડની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આંઘ્ર પ્રદેશના ઇસ્ટ ગોદાવરીમાં ટ્રાન્સપોર્ટ વિભાગના ડેપ્યુટી કમિશનરને આધિક સંપત્તિ બાબતે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ સાથે જ તેમની 800 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ ગુરુવારે સવારે તેલંગાના, આંઘ્ર પ્રદેશ અને કર્ણાટક સ્થિત 9 સ્થાનો પર સ્થિત આઇએએસ અધિકારી એ.મોહનના ઘરો પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જે શુક્રવારે પણ ચાલ્યા હતાં. દરોડા પાડવાનું નેતૃત્વ એસીબીની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન યૂનિટની ડીએસપી એ. રામાદેવી કરી રહી હતી. છાપામારી વિજયવાડા, અનંતપુર, કડપા, બેલ્લારી, મેડક, નેલ્લોર, પ્રકાશમ અને હૈદરાબાદના કેટલાક સ્થળો પર કરવામાં આવી.

મોહનની ધરપકડ કરીને વિજયવાડા સ્થિત એસબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એસીબી અધિકારીઓ પ્રમાણે, હજુ કેટલીક બેંકોના 12 લોકર ખોલીને તેની તપાસ કરવામાં આવી રહી છે.


અધિકારીઓનું માનવું છે કે કાળા નાણાને સફેદ કરવા માટે તમને પોતાની પુત્રી તેજશ્રીના નામથી 8 કંપનીઓ શરૂ કરી હતી. રામાદેવીએ કહ્યું,’અમે દસ્તાવેજો પર આપવામાં આવેલા સરનામાંના આધારે તેમની કંપનીઓની તપાસ કરી શક્યા નથી.’

મોહને તાજેતરમાં જ તેની કેટલીક સંપત્તિ તેના સાસુ સસરાના નામ પર કરી હતી. રિપોર્ટ પ્રમાણે, શરૂઆતમાં મોહન એસીબી અધિકારીઓને તેમના ઘરમાં ઘૂસવા દેતા નહતા.

તેમને પોતાનો ફોન ઘની બહાર ફેંકી દીધો હતો, જે પછીથી અધિકારીઓને મળ્યો હતો. વધારે તપાસ માટે ફોનની તપાસ કરવામાં આવી રહી છે. મોહનના ઘરમાંથી કેટલાક મોંઘા રત્ન અને જ્વેલરી જપ્ત કરવામાં આવ્યા છે.

You might also like