સિયાચીનમાં સૈનિકો પાછળ રોજનો રૂ.૭ કરોડનો ખર્ચ

નવી દિલ્હી : વિશ્વનું સૌથી ઊંચુ બેટલ ફિલ્ડ છે. સિયાચીન અહીં સૌથી મોટી લડાઇ બરફ સાથે થાય છે. સૈનિકો માટે ત્યાં પાકિસ્તાનથી મોટુ દુશ્મન હવામાન છે. જયાં સૈનિકો અને વ્યવસ્થા પાછળ રોજ ૭ કરોડનો ખર્ચ થાય છે. ૧૯૮૪માં ત્યાં પહેલી વખત આર્મીની તૈનાતી થઈ હતી.સિયાચીનમાં સૈનિક સિવાય કોઈ અવરજવર કરી શકતું નથી. ૩ર વર્ષમાં ત્યાં આર્મીના ૮૮ર સૈનિકો શહીદ થયા છે. આમાંથી ૯પ ટકા સૈનિકોના જીવ જોખમીભર્યા રસ્તા, બરફ કે ખરાબ હવામાનને કારણે થયા છે.

ગ્લેશિયર પર હાડ થિજાવી દે તેવી ઠંડી પડે છે. તાપમાન માઈનસ પપ ડિગ્રી સુધી પહોંચી જાય છે.સિયાચીન એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીન છે તેથી તે મહત્વનું છે. શિયાળામાં ત્યાં સરેરાશ ૧૦૦૦ સે.મી. બરફ પડે છે. ઓકિસઝનનું સ્તર પણ ઓછુ હોય છે. અહીં ટૂથપેસ્ટ પણ જામી જાય છે ત્યાં રોજ આર્મીની તૈનાતી પર ૭ કરોડનો ખર્ચ થાય છે એટલે કે દર સેકન્ડે ૧૮,૦૦૦નો ખર્ચ થાય છે. આટલી રકમમાં એક વર્ષમાં ૪૦૦૦ સેકન્ડરી સ્કૂલ બની શકે તેમ છે.

જો એક રોટલી ર રૂપિયાની હોય તો તે સિયાચિન સુધી પહોંચતા ર૦૦ રૂપિયાની થઇ જાય છે. અહીં હેલિકોપ્ટરથી સામાન પહોંચાડવો પડે છે.સિયાચિનમાં ભારતની ૧પ૦ પોસ્ટ છે જે માટે ૧૦૦૦૦ સૈનિકો તૈનાત કરાયા છે. ત્યાં સૈનિકોને ખાસ કપડાં પહેરવાના હોય છે તેઓ મહિનામાં એક વખત સ્નાન કરે છે. સિયાચીનમાં એક સૈનિકનું પોસ્ટિંગ મહત્તમ ૯૦ દિવસ માટે થાય છે.

You might also like