ટીમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ રૂપિયા ૫૬૭ કરોડનું આંધણ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટ પ્રધાનોના વિદેશ પ્રવાસ પાછળ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન રૂ. ૫૬૭ કરોડનું આંધણ થયું છે. બજેટ ડોક્યુમેન્ટ દ્વારા આ પર્દાફાશ થયો છે. જોકે મોદી હવે આગામી નાણાકીય વર્ષમાં વિદેશ પ્રવાસ પાછળ ૫૪ ટકા ખર્ચ ઘટાડવા માગે છે.
૨૦૧૫-૧૬ની શરૂઆતમાં વિદેશ પ્રવાસ પાછળ થનારા ખર્ચનો અંદાજ રૂ. ૨૬૯ કરોડ હતો. જે વધીને હવે બમણો થઈ ગયો છે. યુપીએ-૨ સરકારના પાંચ વર્ષ દરમિયાન ૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪ દરમિયાન મનમોહનસિંહ અને તેમના કેબિનેટ પ્રધાનોના વિદેશ પ્રવાસ પાછળ રૂ. ૧૫૦૦ કરોડ ખર્ચવામાં આવ્યા હતા. એનડીએ સરકારના ત્રણ વર્ષને જો ઉમેરી દઈએ તો ૨૦૧૪-૧૫થી ૨૦૧૬-૧૭ દરમિયાન વિદેશ પ્રવાસ પાછળનો આંકડો લગભગ રૂ. ૧૧૪૦ કરોડ જેટલો થશે. આ વિદેશ પ્રવાસ ખર્ચમાં મોદી, તેમના તમામ પ્રધાનો, પૂર્વ વડા પ્રધાન, બીજા વીવીઆઈપી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાતનો સમાવેશ થાય છે.

You might also like