રાજકોટમાં ત્રણ બુકાનીધારીઓએ કરી રૂ.4.15 લાખની ચોરી, ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ શહેરમાં ગુનાખોરીમાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. એટલે કે જાણે કે તસ્કરોને તો કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ તેઓ બિલકુલ બેફામ બની ગયાં છે. રાજકોટનાં આટકોટ પોલીસ સ્ટેશન નજીક જ ચોરી થઈ હોવાંની એક ઘટના સામે આવી હતી.

ડી.બી. પટેલ એજ્યુકેશન સંકુલની ઓફિસની તિજોરીમાંથી રૂપિયા 4.15 લાખની ચોરી કરી ત્રણ બુકાનીધારી શખ્સો ફરાર થઇ ગયાં હતાં. જો કે ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ છે. જેને આધારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થોડાંક દિવસ અગાઉ પણ ATMમાંથી ચોરી કરાઇ હોવાંની એક ઘટના સામે આવી હતી. શહેરનાં ગોવિંદનગરમાં આવેલ એક બેંકનું ATM ગેસ કટરથી કાપીને રૂ.18.13 લાખની ચોરી તસ્કરો કરી ગયાં હતાં. ત્યારે આ ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી.

You might also like