દરિયાઇ સુરક્ષા પર 32 હજાર કરોડનું પ્લાનિંગ

નવી દિલ્હી: મોદી સરકારે 26/11 આતંકી હુમલાને ધ્યાનમાં રાખતાં ભારતીય સેના માટે 5 વર્ષના એક્શન પ્લાનની લીલી ઝંડી આપી દીધી છે. આશરે 32 હજાર કરોડના આ પ્લાન હેઠળ આર્મી, વાયુ અને નૌસેના માટે હથિયારોના આધુનિકીકરણ પર દબાણ આપવામાં આવી રહ્યું છે. કોસ્ટ ગાર્ડ આર્મી, વાયુ સેના અને નેવી બાદ ડિફેન્સ મિનિસ્ટ્રીના અંતર્ગત આવનારું સૌથી નાનું સશસ્ત્ર બળ છે, જો કે મુંબઇ પર વર્ષ 2008માં થયેલા 26/11 હુમવા બાદ એની ભૂમિકા ખૂબ મહત્વની થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક્શન પ્લાન હેઠળ કોસ્ટ ગાર્ડને પેટ્રોલ વાહન, બોટ્સ, હેલિકોપ્ટર્સ, એરક્રાફ્ટ અને અન્ય મહત્વના સામાનથી લેસ કરવાની તૈયારી છે.

ડિફેન્સ સેક્રેટરી સંજય મિત્રાની આગેવાની વાળી એક બેઠકમાં આ મહિનાની શરૂઆતમાં આ યોજના પર મંજૂરી આપવામાં આવી. હેતુ 2022 સુધી કોસ્ટ ગાર્ડને 175 શિપ અને 110 એરક્રાફ્ટથી લેસ ફોર્સ કરવાનો છે, જેનાછી ઓપરેશમલ ખામીઓને પૂરી કરી શકાશે ઉપરાંત દરિયાઇ સુરક્ષાને સંપૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત દ્વીપો, દરિયાની અંદર રહેલા પ્રાકૃતિક અને સૈન્ય સંશોધનની સાચવણી કરવી, સ્મગલરો અને દરિયાઇ લૂટેરાઓ સામે લડવું અને દરિયામાં ફેલાતા તેલ અને પ્રદૂષણ રોકવાનું છે.

ભારતનો દરિયાઇ વિસ્તાર 7,516 કિલોમીટર છે. કોસ્ટ ગાર્ડની ક્ષમતા હાલ ખૂબ જ સીમિત છે. મુંબઇ હુમલા બાદ દેશના દરિયાઇ સુરક્ષામાં મોટી ખામીઓ ઊભરાઇને સામે આવી હતી.

http://sambhaavnews.com/

You might also like