260 કરોડનાં કૌભાંડ મામલોઃ વિનય શાહ અને સુરેન્દ્ર રાજપુત વચ્ચેની ઓડિયો ક્લિપ વાઇરલ

અમદાવાદઃ એકનાં ડબલ કરી આપવાની પોન્ઝી સ્કીમ લાવીને લોકો પાસેથી 260 કરોડ રૂપિયા ખંખેરીને ફરાર થઈ ગયેલા વિનય શાહની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ત્યારે વિનય શાહની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં વિનય શાહ અને નેતાઓ વચ્ચેની વાતચીત છે. આ વાતચીત વિનય શાહ અને સ્વપ્નીલ રાજપૂત વચ્ચે થતી હોવાનું સામે આવ્યું છે.

જો કે VTV આ ઓડિયો ક્લીપની પુષ્ટિ કરતું નથી. મળતી માહિતી મુજબ પાલડીમાં રહેતા વિનય શાહ અને વૈભવી શાહે એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ બનાવી હતી અને જે મુજબ રોકાણકારોની આવક ડબલ થશે તેવા સ્વપ્ન દેખાડ્યાં હતાં. જેમાં રોકાણકારોને એક કંપનીની વેબસાઈટ બતાવવામાં આવે છે. જેમાં અલગ-અલગ રકમ ભરાવવામાં આવતી હતી અને અલગ-અલગ બહાના કરીને રોકાણકારો પાસેથી વધુ રૂપિયા ખંખેરી લેતા હતાં. આમ, વિનય શાહે રોકાણકારો પાસેથી 260 કરોડ રૂપિયા ખંખેરી લીધાં છે અને હવે બન્ટી એન્ડ બબલી ફરાર થઈ ગયાં છે.

નોંધઃ VTV આ ઓડિયો ક્લિપની પુષ્ટી નથી કરતું.

કાંડની કથિત ઓડિયો ક્લિપઃ
સુરેન્દ્ર રાજપૂતઃ તમે બધી તૈયારીઓ કરીને રાખી છે?
વિનય શાહઃ હા બધી તૈયારીઓ કરેલી છે.
સુરેન્દ્ર રાજપૂતઃ જો તમે અહીયા હોવ, તો આવી જાઓ, અત્યારે ને અત્યારે જ જામીન મળી જશે.
વિનય શાહઃ હું બહાર ગામ છું, મને સોમવાર સુધી આવવા માટે ના પાડેલી છે.
સુરેન્દ્ર રાજપૂતઃ કોઈ વાંધો નથી, આપણે સોમવારે મળીને કરી લઈશું.
વિનય શાહઃ બરાબર.
સુરેન્દ્ર રાજપૂતઃ સોમવારે મળવાની તૈયારી કરી લઈએ, અને તમે બિલ્કુલ ગભરાતા નહીં.
વિનય શાહઃ પણ બાકી શું રહ્યું છે?
સુરેન્દ્ર રાજપૂતઃ જો આમાં તો એવું કઈ જ નથી, આવું તો બધું ચાલ્યાં કરે, આટલાં મોટા તંત્રમાં કીડા, મકોડા ચાલતા જ હોય છે.
વિનય શાહઃ હા, હા.
સુરેન્દ્ર રાજપૂતઃ કીડા મકોડાની કોઈ ચિંતા કરવી નહીં. તેમનાંથી કંઈ પણ ફરક નહીં પડે.
વિનય શાહઃ રાજપૂત ભાઈ આપણે આટલા પૈસા આપ્યાં. પણ અત્યાર સુધી આવી કોઈ વસ્તુ થઈ નથી. લોકોએ જેટલા માંગ્યા તેમને એટલા રૂપિયા આપેલાં જ છે.આપણી પાસે પબ્લિક સપોર્ટ મોટો છે, મારી આખી ટીમ અત્યારે પણ ઓફિસમાં બેઠી છે, બધાં લોકો સપોર્ટમાં છે, પબ્લિકનો સપોર્ટ લઈને આપણે આ લોકોને કેવી રીતે તોડી શકીએ તે તમે જુઓ.
સુરેન્દ્ર રાજપૂતઃ તમે જરાય નિરાશ ન થતાં. પૈસા તો હું તમને આપીશ, જેટલાં જોઇશે એટલા રૂપિયા આપીશ.
વિનય શાહઃ હા, હા.
સુરેન્દ્ર રાજપૂતઃ તમે પૈસાની ચિંતા ના કરશો, માર્કેટમાં તમારી સાથે બેઠા છીએ તો છાતી ખોલીને બેઠા છીએ.
વિનય શાહઃ હા, ભાઈ.
સુરેન્દ્ર રાજપૂતઃ જ્યાં સુધી તમે છો, ત્યાં સુધી કોઈથી ડરવાની જરૂર નથી, તમે ખાલી તૂટતા નહીં.
વિનય શાહઃ ના, હું તો જરાય પણ નહીં તૂટું.
સુરેન્દ્ર રાજપૂતઃ તમે જરાય તૂટતા નહીં, લડવાનુ હોય તો લડી લેજો. આખા અમદાવાદની અંદર જેટલાં બન્યાં છે, તે બધાં તમારી સાથે જ છે, એટલે તમે એવી કોઈ ચિંતા કરતા જ નહીં અને તમારૂ આ વિકૃત થયું છે. તે તમે મનમાં લઈને ચિંતિત ન થતાં.
વિનય શાહઃ મારી પત્નીનું નામ આવ્યું છે, તેનાં કારણે તકલીફ પડી છે. મારૂ નામ આવે તો હું તો તોડી લઉ, પત્નીનું નામ નાખ્યું છે એટલે તકલીફ પડી છે.

You might also like