અઢી લાખ કરોડ રૂપિયા બેન્કિંગ પ્રણાલીમાં પરત નહીં ફરેઃ એસબીઅાઈનું અનુમાન

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેન્કનું અનુમાન છે કે નોટબંધી બાદ લગભગ ૨.૫ લાખ કરોડ રૂપિયા બેન્કિંગ પ્રણાલીમાં પરત નહીં અાવે. સરકારે ૮ નવેમ્બરે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો પર પ્રતિબંધ લગાવ્યો હતો. અાના કારણે ઇકોનોમીમાંથી લગભગ ૧૪ લાખ કરોડ રૂપિયાની મુદ્રા બહાર અાવી ગઈ.

અેસબીઅાઈના ઇકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં કહેવાયું છે કે લગભગ અઢી લાખ કરોડ રૂપિયા બેન્કિંગ પ્રણાલીમાં પાછા નહીં અાવે. અેસબીઅાઈના વિશ્લેષણ અનુસાર ૧૪.૧૮ લાખ કરોડ રૂપિયાની મુદ્રાના અનુમાન માર્ચ-૨૦૧૬ના અાંકડા પર અાધારિત છે. અા નોટબંધીના એક દિવસ પછીના અાંકડા પર અાધારિત હોવું જોઈઅે.

અેસબીઅાઈઅે જણાવ્યું કે ૯ નવેમ્બરના અાંકડા અનુસાર મોટા મૂલ્યની બંધ કરાયેલી ચલણી નોટો ૧૫.૧૪ લાખ કરોડ રૂપિયા હોવી જોઈઅે, તેમાં ૧.૫૦ લાખ કરોડ અા કાર્યક્રમમાં ખર્ચ થવાના છે, જેથી એક લાખ કરોડ માટે અા બધું થયું છે. અંદાજ તો પાંચથી છ લાખ કરોડની બચતનો લગાવાતો હતો.

અાટલા પૈસા તો સિલેક્ટેડ કોર્પોરેટ્સને પકડવામાં અાવત તો પણ મળી જાત. હવે રહી ભ્રષ્ટાચાર ખતમ થવાની વાત તો તેનો જવાબ સમય અાપશે, તેમાં બેન્ક પાસે રહેલી રોકડ સામેલ નથી. અા માર્ચના અાંકડાઅોથી ૧.૨૬ લાખ કરોડ રૂપિયા વધુ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ૧૦ થી ૨૭ નવેમ્બર સુધી બેન્કમાં ૮.૪૪ લાખ કરોડ રૂપિયા જમા કરાયા અને બદલવામાં અાવ્યા. અા અનુમાનના અાધારે બેન્કિંગ પ્રણાલીમાં ૧૩ લાખ કરોડ રૂપિયા અાવે તેવી શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like